Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વડોદરાના તાંદલજા વિસ્તારમાં ઉછીના પૈસા ન આપનાર યુવક પર હથિયારથી હુમલો થતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં રૃપિયા ઉછીના નહીં આપનાર યુવક પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો.

તાંદલજાના કોઠિયાપુરા ખાતે રહેતા આસિફ યુસુફભાઇ મલેકે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે રાતે હું કિસ્મત ચોકડી પાસે ઉભો હતો ત્યારે આમિર કોમ્પ્લેક્સમાં રહેતો સાહેલ ઉર્ફે મસ્તાન સલીમભાઇ શેખ તેના સાગરિત સાથે આવ્યો હતો.

આમિરે મારી પાસે જેેટલા રૃપિયા પડયા હોય તેટલા આપી દેવા કહેતાં મેં મારી પાસે રૃપિયા નથી તેમ કહ્યું હતું.જેથી આમિરે મને ગાળો ભાંડી હતી.આ વખતે ત્રીજો સાગરીત આવી ગયો હતો અને તેણે મને પકડી રાખતાં આમિરે મારા માથામાં પાઇપના ફટકા માર્યા હતા.લોકો દોડી આવતાં હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.જેપી રોડ પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

(5:09 pm IST)