Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વડોદરા:બહેનને છૂટાછેડા ન આપનાર બનેવી પર સાળાનો જીવલેણ હુમલો થતા ગુનો દાખલ

વડોદરા: તું મારી બહેનને છૂટાછેડા કેમ આપતો નથી ? એવું કહીને સાળાએ બનેવી પર હુમલો કરી માર માર્યો હતો. જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

મેમણ કોલોની મદીના એપાર્ટમેન્ટમાં રહેતા મહંમદરફીક રજબભાઇ મનસુરીને છેલ્લા દોઢ મહિનાથી  મદની અંદુમબાનુ સાથે વિખવાદ ચાલતો હતો. જેથી તેની પત્ની પિયર હાથીખાનામાં રહેવા જતી રહી છે. ગઇકાલે સાંજે સાડાચાર વાગ્યે મહંમદરફીક સાસરીમાં છૂટાછેડાની વાત કરવા માટે ગયો હતો. પરંતુ ઘરે કોઇ નહી મળતા તે પરત આવ્યો હતો. 

ત્યારબાદ સાંજે છ વાગ્યે મહંમદરફીકની પત્ની અંજુમબાનુનો ભાઇ અબ્દુલઅઝીઝ મનસુરી, સાઢુભાઇનો છોકરો સમીર શેખ તથા રીઝવાન શેખ મહંમદરફીક પાસે આવ્યા હતા અને છૂટાછેડાના મુદ્દે ઝઘડો કરી હુમલાખોરોએ  બેઝબોલની સ્ટીક લોખંડની પાઇપ તેમજ કમરપટ્ટાથી માર માર્યો હતો. 

(5:09 pm IST)