Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વડોદરા:સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર બે આરોપીને જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા:સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર એક યુવકને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે ડેસર પંથકમાંથી સગીરાને ભગાડી જનાર બે આરોપીને  જિલ્લા પોલીસે ભાવન્તારથી ઝડપી પાડયા છે.

ડેસર પંથકમાંથી સગીરાને ભગાડી જનાર આરોપી ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બાદલગઢ ગામની સીમમાં ખેતરમાં છૂપાયા હોવાની માહિતી જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. જેથી જિલ્લા પોલીસની એક  ટીમ બાદલગઢ પહોંચી હતી અને ૧. રંગીત બચુભાઈ પરમાર તથા ૨. ભાવેશ રતિલાલ પરમાર (બંને રહે. માણકેલા  તા.ડેસર , જિ.વડોદરા)ને ઝડપી પાડયા છે. 

જ્યારે અન્ય એક બનાવમાં એક વર્ષ પૂર્વે મકરપુરા  વિસ્તારમાંથી સગીરાને ભગાડી જનાર આરોપી ચિરાગ છગનભાઈ ડામોર (રહે.જશોદાનગર મકરપુરા)ને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. હરણી પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પૂર્વે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી બન્ટુ નંદુભાઈ કનેશ (રહે. ઉપલા ફળિયા ગામ  છકતલા, અલીરાજપુર, મધ્યપ્રદેશ)ને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે.

(5:08 pm IST)