Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વડોદરાના આજવા રોડ પર ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 24 જુગારીઓને 3.10 લાખની રકમ સાથે દબોચ્યા

વડોદરા:શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આજવા રોડ પર આવેલ પૂનમ નગરમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી 24 જુગારીઓને 3.10 લાખની મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, આજવા રોડ પર આવેલ પૂનમ નગરના મકાન નંબર 111 માં અતુલભાઇ સરાણિયા લોકોને ઘરમાં બોલાવી જુગાર રમાડી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ગણેશ સરાણીયા, દિપક માછી, હર્ષદ વસાવા, રાજેશ ઠાકોર, ગુલામ દિવાન ,નિકલેશ કાનડે, અર્પિત માછી, બકુલ જયસ્વાલ ,દિનેશ મિસ્ત્રી, ગુરૂચરણ પરમાર, હસન શા દિવાન, કમલેશ વસાવા, મુકેશ પ્રજાપતિ, ચીમન હરિજન, મુસ્તાક ખલીફા, મુખત્યાર અહેમદ અન્સારી, હસન મિયા શેખ, પૂનમ મારવાડી, ઉમરભાઈ જગીવાલા, મહંમદ ઇસ્માઇલ મન્સૂરી, સુરેશ જાદવ, ફારુખ સૈયદ, દિપક દેવીપૂજક અને અતુલ સરણિયાને ઝડપી પાડ્યા હતા. 

(5:08 pm IST)