Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વડોદરાના નાગરવાડામાં વિદેશી દારૂના કટિંગ સમયે પોલીસ ત્રાટકી:8 લાખનો મુદામાલ જપ્ત

વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું તે જ વખતે પોલીસે દરોડો પાડતાં બંનેમાંથી દારૂની બોટલો મળી હતી.

નાગરવાડા પ્રકાશ નગર વિસ્તારમાં દારૂનો વેચાણ ચાલી રહ્યું હોવાની માહિતી મળતા કારેલીબાગ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે કારમાં બેઠેલા ધર્મેશ મહેન્દ્રભાઈ રાજપુત રહે વોર્ડ નંબર 8 ની ઓફીસ સામે, નાગરવાડા ને ઝડપી પાડી કારમાંથી દારૂની 111 બોટલો કબજે કરી હતી.

પોલીસની પુછપરછ દરમિયાન ધર્મેશે દારૂનો જથ્થો સામે પાર્ક કરેલા ટેમ્પામાંથી મુકાયો હોવાની કબૂલાત કરતાં પોલીસે ટેમ્પા તપાસ કરતા બીજી 221 નંગ બોટલો મળી આવી હતી. જ્યારે કોઈ ખેપિયો મળી આવ્યો ન હતો. પોલીસે રૂ. 33,000ની કિંમતનો દારૂ અને બંને વાહનો મળી કુલ રૂ. 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:07 pm IST)