Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વડોદરામાં ચમત્કારિક યંત્રો બનાવી લોકોને અદાલતનો કેસ જીતવાની લોભામણી જાહેરાત કરી રૂપિયા ખંખેરતા બે લોકોને પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા:ચમત્કારિક યંત્રો બનાવીને ચપટીમાં કોર્ટ કેસો તેમજ અન્ય તકરારોનો નિકાલ લાવવાની લોભામણી વાતો કરી રૂપિયા ખંખેરતી ગેંગના બે સાગરીતને પોલીસે ઝડપી પાડયા છે.

જેતલપુર રોડ વિસ્તારના અગ્રવાલ ગેસ્ટ હાઉસ નજીક મહુવાથી આવેલા બે ઠગ ચમત્કારિક મંત્ર આપી ગ્રાહકોને શોધી રહ્યા હોવાની માહિતી મળતા એસ.ઓ.જી.ની ટીમે એક બોગસ ગ્રાહક ઊભો કર્યો હતો.

પોલીસે ગોઠવેલા છટકા મુજબ, ગ્રાહક બનીને ગયેલા શખ્સે કારમાં બેઠેલા બંને ઠગને મિલકત સંબંધી કોર્ટ કેસના નિકાલ માટે યંત્રની જરૂર હોવાનું જણાવતાં બંને ઠગોએ તેની પાસે કેસની હિસ્ટ્રી મેળવી ચમત્કારી યંત્ર બનાવી આપવા માટે રૂ. 5 લાખમાં સોદો નક્કી કર્યો હતો. આ સાથે જ ગ્રાહકે પોલીસને ઈશારો કરતા પોલીસે બંને ઠગને ઝડપી પાડયા હતા.

(5:07 pm IST)