Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વડોદરામાં કોરોના પોઝીટીવ ભાઇ-બહેન ભાગી જતા પોલીસ દ્વારા શોધખોળ

વડોદરા: વડોદરામાં કોરોનાના કેસમાં રોજેરોજ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ધીરે ધીરે સમગ્ર શહેરમાં કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. આવામાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. વડોદરામાં કોરોના પોઝિટિવ બે દર્દી ભાગી ગયા છે. બાજવાડાના કોરોના પોઝિટિવ ભાઈ બહેન ભાગી ગયાનો બનાવ બન્યો છે. ભાઈ-બહેન બંનેને ઘરે જ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારે સિટી પોલીસ મથકે કોરોનાગ્રસ્ત ભાઈ બહેન સામે ફરિયાદ નોંધાઈ છે. કોરોના પોઝિટિવ ભાઈ બહેનને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ, વડોદરામાં સરકારી ઓફિસના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. કારેલીબાગ પોસ્ટ ઓફિસના ત્રણ કર્મીઓ કોરોના પોઝિટિવ થયા છે. જેને પગલે પોસ્ટ ઑફિસ 48 કલાક માટે બંધ કરવામાં આવી છે. વડોદરા પાલિકાની બાંધકામ શાખામાં સર્વેયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સર્વેયર તબિયત સારી ન લાગતાં નોકરી પર આવતો ન હતો. આવામાં ઓફિસને સેનેટાઈઝ કરવામાં આવી છે.

વડોદરા પાસે ડભોઈની પ્રાઇવેટ લેબને કોરોના ટેસ્ટ કરવા માટેની પરમિશન મળી છે. તેથી હવે ડભોઈવાસીઓને કોરોના ટેસ્ટ કરાવવા વડોદરા સુધી લાંબુ થવુ નહિ ડે. ફોનિક્સ ડાઇગોનિટીક્સ નામની લેબને ટેસ્ટ કરવા માટે માન્યતા મળી છે. અત્યાર સુધી ડભોઈનાં લોકોને ટેસ્ટ માટે વડોદરા જવું પડતું હતું, ત્યારે હવે આજથી કોરોના ટેસ્ટ માટે લેબ કાર્યરત થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના એક દિવસના સૌથી વધુ 1204 નવા કેસ નોંધાયા છે. 14 લોકોનાં મૃત્યુ થયાં અને 1324 દર્દીઓએ કોરોના વાયરસને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ 2,869 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને કોરોના વાયરસના કુલ કેસ 84 હજાર 400ને પાર પહોંચી ચૂક્યા છે. રિકવરીને બાદ કરીએ તો અત્યારે ગુજરાતમાં 14,231 દર્દીઓ સામે જંગ લડી રહ્યા છે અને 89 દર્દીઓ જીવન અને મોત સામે જંગ લડી રહ્યા છે. તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. સુરતમાં હજુ પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં કોરોના વાયરસના નવા 251 કેસ નોંધાયા અને  5 લોકોનાં મૃત્યુ થયાં. અમદાવાદ જિલ્લામાં 179 નવા કેસ અને 3 લોકોનાં મૃત્યુ થયાં છે. વડોદરામાં 120 નવા કેસ અને રાજકોટમાં 97 નવા કેસ નોંધાયા છે. જામનગરમાં 77 કેસ તો પંચમહાલમાં 44 નવા કેસ નોંધાયા છે. કચ્છમાં 38 તો ગાંધીનગરમાં 34 નવા કેસ નોંધાયા છે. જૂનાગઢમાં 32 તો ભરૂચમાં 31 નવા કેસ નોંધાયા છે. અમરેલીમાં 29 અને દાહોદમાં 28 નવા કેસ નોંધાયા છે. ભાવનગર અને મહેસાણામાં 27-27 નવા કેસ નોંધાયા છે. બનાસકાંઠામાં 23 અને મોરબીમાં 20 નવા કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 17 કેસ તો પાટણમાં 15 નવા કેસ નોંધાયા છે. આણંદ 14, નર્મદામાં 11 અને ખેડામાં 10 નવા કેસ નોંધાયા છે. આ સિવાય નવસારી, સાબરકાંઠા અને તાપી જિલ્લામાં 9-9 નવા કેસ નોંધાયા છે. બોટાદ, ડાંગ, મહીસાગર અને પોરબંદર જિલ્લામાં 8-8 કેસ નવા નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાં 6 અને છોટાઉદેપુરમાં 5 નવા કેસ નોંધાયા છે. વલસાડમાં 4, અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 16 લાખ 20 હજાર 67 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને રિકવરી રેટ 80 ટકા ઉપર પહોંચ્યો છે.

(4:44 pm IST)