Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ધારાસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની પ્રેરણા :૩ર૭ કોરોના યોદ્ધા માટે આરોગ્ય વીમા સુરક્ષા

રાવપુરાના ૩ર૭ કાર્યકરોને ર૮પ દિવસ સુધી રૂ. પ લાખ સુધીની સારવારનો ખર્ચ મળશે

રાજકોટ, તા. રર : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની પ્રેરણાથી શ્રીરાજેન્દ્રં ત્રિવેદીં ફેન કલબની અનેરી પહેલ પ્રેરણારૂપ બની છે.

કોરોના એક રહસ્યમય અને અણધાર્યું સંકટ છે. આ સંકટ જોખમી છે તેમ છતાં, અનેક સેવાકીય કાર્યકરોએ ્નલોકડાઉન દરમિયાન અને નઅનલોક પછી પણ, માથે જીવનું જોખમ વહોરીને સમાજના વંચિતોની સેવા કરી છે અને પોતાની જાતને અણનમ કોરોનાંયોદ્ઘા પુરવાર કર્યા છે. આવા સમાજ સેવકોના સ્વાસ્થ્યની પણ ઉચિત કદર થવી જરૂરી છે. તેને અનુલક્ષીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની પ્રેરણા થી રાજેન્દ્ર ત્રિવેદી ફેન કલબે માત્ર કોરોના જ નહિ પણ સતત વિવિધ સેવા પ્રવૃત્ત્િ।ઓમાં નિસ્વાર્થ યોગદાન આપતાં સ્વયંસેવી કાર્યકર સદસ્યોની સેવાને સલામ કરવા અનુકરણીય પહેલ કરી છે. તે અંતર્ગત ૩૩૮ સેવક કાર્યકરો માટે કોરોના સારવાર વીમા સુરક્ષા છત્રના રૂપમાં કોરોના સારવાર કવચ પોલિસી પ્રદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રૂ.૧૬.૯૦ કરોડનું આ કોરોના સારવાર વીમા કવચ ઉપલબ્ધ કરાવવામાં જે મિત્રો સહયોગી બન્યા છે, તેમની શુભનિષ્ઠાની હું પ્રશંસા કરું છું અને અભિનંદન આપું છું તેમ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ અને રાવપુરા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે

સ્થાયી સમિતિ અધ્યક્ષ  શ્રી સતીશ પટેલ,શહેર ભાજપા ઉપાધ્યક્ષ શ્રી પરાક્રમસિંહ જાડેજા, પૂર્વ ડેપ્યુટી મેયર ર્ંશ્રી યોગેશ પટેલ - મુકિત, પૂર્વ કાઉન્સિલર ર્ંશ્રી બંદીશભાઈ શાહ, સામાજિક કાર્યકર્તા ર્ંશ્રી જીગ્નેશ-જીગાભાઈ જોશીનો સહકાર મળ્યો છે.

સમગ્ર રાવપુરા વિધાનસભા વિસ્તારના ૩૨૭ જેટલા જરૂરિયાતમંદ સંગઠન ના કોરોના વોરિયર્સ કાર્યકર્તાઓર્ં ના આરોગ્ય ની વિશેષ ચિંતા સ્વરૂપે આ સેવા કરવામાં આવી છે.

 આ કોરોના કવચ આરોગ્ય વીમા અંતર્ગત આ તમામ ૩૨૭ કાર્યકર્તાઓને વ્યકિતગત ૫ લાખ સુધીના આરોગ્ય વીમા નું કવચ આગામી ૨૮૫ દિવર્સં સુધી મળશે. અને કોરોના ને કારણે ઉભી થયેલી સારવારના ખર્ચની અણધારી આફત સામે જરૂરિયાતમંદ કાર્યકર્તાઓને આર્થિક રક્ષણ મળશે.

દક્ષેશભાઈ ગાંધી, પ્રશાંતભાઈ પટેલ, અનિલભાઈ પરમાર, આદિત્ય પટેલ, હરેશભાઇ જીનગર,પરેશભાઈ વાવડિયા, મહેશભાઈ ગવાંદે, હાર્દિકભાઈ પટણી વગેરે કાર્યક્રમના સંકલનમાં સહયોગી બન્યા છે.

(4:15 pm IST)