Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ભારે વરસાદની આગાહી : સવારે સુરતમાં વાદળા છવાયા... વરસાદ નહિં

રાજકોટ, તા. ૨૨ : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઈ છે ત્યારે ગઈકાલે ૪ ઈંચથી વધુ વરસાદ સુરતમાં નોંધાવ્યા બાદ આજે સવારથી વરસાદી માહોલ બંધાયો છે. પરંતુ વરસાદ નથી.ઉકાઈ ડેમ વિસ્તારમાં વરસાદ અને પાણી છોડવાને કારણે તાપી અને ખાડીમાં પાણી આવ્યુ છે. બપોર બાદ સુધી સમગ્ર સુરત શહેરમાં મેઘાવી વાદળાઓ છવાયા છે. પવનની ગતિ પણ મધ્યમ છે. પરંતુ વરસાદ નથી. લોકોને વરસાદ પડવાની શકયતાને લીધે જરૂરી પગલા લીધા છે.

(3:55 pm IST)