Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ભાણવડ- સતલાસણા ૫ ઈંચ અને ભિલોડા ૪ ઈંચ

ગણેશચતુર્થીને વધાવતા મેઘરાજાઃ વધુ ૧૦૭ તાલુકાઓમાં મેઘમહેરઃ ઉકાઈ ડેમમાંથી ૧,૨૫,૦૦૦ કયુસેક પાણી છોડાતા પ્રજાજનોની કફોડી સ્થિતિ

(જીતેન્દ્ર રૂપારેલીયા)વાપીઃ ગણેશ ચતુર્થીના પાવન દિને મેઘરાજા આજે સવારથી જાણે શ્રીજી ને વધાવી રહ્યા હોઈ તેમ વરસી રહ્યા છે.

જેને પગલે રાજયના ૧૦૭ તાલુકાઓમાં ઝરમરથી ૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યા થી લઇને બપોરના ૧૨ વાગ્યા સુધી રાજય ના વિવિધ વિસ્તારો માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો... ભાણવડ ૧૨૬ મીમી,સતલાસણા ૧૨૦ મીમી, ભિલોડા ૯૦ મીમી, વડાલી ૬૬ મીમી, ઇડર અને ખેડબ્રહ્મા ૫૮-૫૮ મીમી, વિસનગર ૫૨ મીમી,ડોલવણ ૪૦ મીમી, મોડાસા અને વડનગર ૩૫-૩૫ મીમી અને મેહસાણા ૩૧ મીમી વરસાદ નોંધાયો છે.

 જયારે સાંજેલી ૩૦ મીમી,ખેરાલુ અને સિદ્ઘપુર ૨૮-૨૮ મીમી,દાહોદ ૨૫ મીમી, ઉમરપાડા ૨૩ મીમી અને જાલોદ ૨૦ મીમી નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજય ના ૮૯ તાલુકાઓમાં ૧ મીમી થી ૧૮ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.

આજે બપોરે ૧૨ કલાકે ઉકાઈ ડેમની જળસપાટી ૩૩૨.૪ ફીટે પોહોંચી તો ૮૧,૪૨૦ કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૧,૨૫,૬૮૦ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે.

(3:53 pm IST)