Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુરતમાં છેલ્લા ૩ માસમાં ૨૦ હજારથી વધુ દસ્તાવેજની નોંધણી : રૂ.૧૦૩ કરોડની આવક

બે માસ સંપૂર્ણ લોકડાઉન બાદ ધીરે - ધીરે આર્થિક ક્ષેત્રે ગતિ આવી

રાજકોટ, તા. ૨૦ : કોવિડ-૧૯ની સ્થિતિમાં સરકાર ઉપરાંત વિવિધ ક્ષેત્રે આર્થિક ફટકો પડ્યો છે ત્યારે હવે ધીરે - ધીરે આર્થિક ક્ષેત્રે ગાડી પાટે ચડી રહી છે. સુરતમાં છેલ્લા ત્રણ માસમાં દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં રૂ.૧૦૩ કરોડની આવક થઈ છે. જે અન્ય ક્ષેત્ર માટે ખૂબ સારો સંદેશ આપે છે.

સુરતમાં બે માસના લોકડાઉન પછી તીવ્ર ગતિએ દસ્તાવેજ નોંધણીનું કામ થઈ રહ્યુ છે. છેલ્લા ત્રણ માસમાં જ સુરત શહેર અને જીલ્લામાં ૨૦ હજાર કરતા વધુ દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન થયુ છે. રાજય સરકારને ૧૦૦ કરોડથી વધુ રકમની આવક થવા પામી છે. જેમાં રૂ.૮૬ કરોડ રૂપિયાની રકમ સ્ટેમ્પ ડ્યુટી અને રૂ.૧૬ કરોડથી વધુ રકમ રજીસ્ટ્રેશન ફી સાથે થઈ છે.સમગ્ર ગુજરાત રાજયમાં આર્થિક દૃષ્ટિએ મહત્વનું ગણાતુ સુરતમાં લોકડાઉનમાં સંપૂર્ણ ઠપ્પ થયુ હતું. જૂન મહિનાથી તબક્કાવાર આર્થિક ગતિવિધિ શરૂ થઈ હતી. રાજય સરકાર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોથી દસ્તાવેજ નોંધણીની કામગીરી થઈ હતી. ઓનલાઈન ટોકન ફાળવ્યા બાદ સંબંધિત રજીસ્ટ્રેશન કચેરીમાં દસ્તાવેજ નોંધાય છે.

(3:49 pm IST)