Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ઉત્તર - મધ્ય - પૂર્વ ગુજરાતમાં આજે મેઘસવારી

રાજકોટ : બંગાળની ખાડીની સિસ્ટમ્સ હાલ મધ્યપ્રદેશના ભોપાલ નજીક સક્રિય છે અને વધુ મજબૂત થવાની શકયતા છે. થોડા કલાકોમાં આણંદ, વડોદરા, ગાંધીનગર, ભરૂચમાં વરસાદ શરૂ થઈ જશે. તો પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ગોધરામાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જયારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ઉંઝા, પાલનપુર, ડીસા, પાટણમાં હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે.

(2:40 pm IST)