Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વિજયભાઇ રૂપાણી દ્વારા ગણેશચતુર્થીના પાવન પ્રસંગે પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ

પૌધામાં પરમાત્માની ભાવના સાથે પર્યાવરણનું જતન કરવા અપીલ

ગાંધીનગર,તા.૨૨: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો છે.ગણેશ ચતુર્થીનો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસથી સૌ મનાવે છે.

ખાસ કરીને વડોદરા સુરત વલસાડ વગેરે સ્થળો એ ધામ ધુમ પૂર્વક વિઘ્ન હર્તા ગણેશજીનો ઉત્સવ મોટા પાયે ઉજવાય છે.

આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્ય મંત્રીશ્રી એ સૌને અપીલ પણ કરેલી છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ પણ પોતાના નિવાસસ્થાને અભિનવ વિચાર સાથે ગણેશ સ્થાપન કર્યું છે.

પ્લાનએ પ્લાન્ટ વિથ ગણેશનો એક નવતર અભિગમ તેમણે આ ગણેશ સ્થાપનમાં અપનાવ્યો છે.

આ નવતર અભિનવ વિચારમાં મુખ્ય મંત્રીશ્રીએ પૌધામાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા આ અવસરે આગ્રહ ભરી અપિલ પણ કરી છે.

(3:51 pm IST)