Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

દક્ષીણ ગુજારતમાં મેઘમહેર.... ઉમરગામમાં ૬- વાપી ૪ ઇંચ ખાબક્‍યો

રાજયના ૨૦૪ તાલુકાઓમાં ઝરમરથી લઇ ૬ ઇંચ સુધીનો વરસાદ : ઉકાઈ ડેમમાંથી ૯૫,૦૦૦ કયુસેક પાણી છોડાતા...ખાડીઓ ઉભરાતા ભારે હાલાકી : ભાદરવા માસમાં અષાઢી માહોલ જમાવતા મેઘરાજા

વાપી, તા. ૨૨ : ભાદરવા માસ ના પ્રારંભે મેઘરાજા પોતાનું અવિરત ‘હેત' દક્ષીણ ગુજરાત પંથક સહીત રાજયના કેટલાક વિસ્‍તારો પર વરસાવી રહ્યા છે જેમાં ઉમરગામ તાલુકામાં ૬ ઇંચ તેમજ વાપીમાં અનરાધાર ૪ ઇંચ વરસાદ નોંધાયો છે

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજયના વિવિધ વિસ્‍તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો... ઉમરગામ ૧૫૦ મીમી, વાપી ૧૦૨ મીમી, આણંદ ૯૯ મીમી,મહેસના ૯૬ મીમી, લખપત ૯૫ મીમી, જલાલપોર ૮૩ મીમી, કડી ૮૨ મીમી, પારડી ૭૨ મીમી, દેહગામ ૬૯ મીમી, ડેડીયાપાડા ૬૮ મીમી, વલસાડ ૬૭ મીમી, કલોલ ૬૬ મીમી,હારીજ ૬૪ મીમી, વાસો અને અન્‍વ્‍સરી ૫૯-૫૯ મીમી, ભુજ અને ખેડબ્રહ્મા ૫૮-૫૮ મીમી, ખેડા ૫૭ મીમી, ગાંધીનગર ૫૫ મીમી, પલસાણા ૫૩ મીમી , અંજાર ૫૨ મીમી,  ખેરગામ ૫૧ મીમી, ધરમપુર ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત માતર ૪૮ મીમી, સાણંદ અને નડિયાદ ૪૪-૪૪ મીમી, જોટાણા ૪૧ મીમી,વીરપુર ૪૦ મીમી, દાંતા અને ગણદેવી ૩૭-૩૭ મીમી, કામરેજ અને કપરાડા ૩૫-૩૫ મીમી,ભાભર ૩૪ મીમી,ચોર્યાસી ૩૩ મીમી, ભચાઉ અને ગાંધીધામ ૩૦-૩૦ મીમી વરસાદ નોંધાયો છે.. તો ધોળકા અને બોરસદ ૨૯- ૨૯ મીમી, અમદાવાદ સીટી ૨૮ મીમી, રાણપુર ૨૭ મીમી, પાટણ અને બોડેલી ૨૬-૨૬ મીમી, ઊંઝા, ચીખલી અને માણસા ૨૫-૨૫મીમી, માંડવી, કપડવંજ અને બોટાદ ૨૨-૨૨ મીમી, ધાનેરા, મહુધા, બારડોલી અને મહુવા ૨૧-૨૧ મીમી,વડનગર,ઇડર અને સુરત સીટી ૨૦-૨૦ મીમી વરસાદ નોંધાયો છે.

આ સાથે રાજયના અન્‍ય ૧૨૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૧૧૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો. આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધી ને ૩૩૨.૪૬ ફૂટે પહોંચી છે ડેમ માં ૮૦,૦૨૪કયુસેક પાણીના ઇન્‍ફ્‌લો સામે ૯૪,૫૪૪ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ કોઝવેની જળસપાટી સવારે ૦૮ કલાકે ૮.૩૫ મીટરે પહોંચી છે.

(1:13 pm IST)