Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

કોરોના કાળમાં ઉદ્યોગો અને શહેરી ફેરિયાઓને પૂનઃ બેઠા કરવા સરકાર ૭.૭પ કરોડની સ્ટેમ્પ ડયુટી માફ કરશે

વિજયભાઇ રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણયઃરૂ. પ૦ હજાર સુધીની લોન મેળવનારા નાના ઉદ્યોગો-સ્ટાર્ટઅપને ૩૧ ઓકટોબર સુધી સ્ટેમ્પ ડયુટી ભરવાથી મુકિત અપાશે : રપ હજાર નાના ઉદ્યોગકારો-સ્ટાર્ટઅપને મળશે લાભઃ રૂ. ૧૦ હજાર સુધીની વર્કીંગ કેપિટલ લોન મેળવનારા બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સની કુલ રૂ. ૬ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી માફ કરવામાં આવશે

ગાંધીનગર,તા. ૨૨: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાંથી અર્થતંત્ર, વેપાર-ઊદ્યોગને પૂનઃ ધબકતા ચેતનવંતા કરવા જાહેર કરેલા કોવિડ-૧૯ રાહત પેકેજ અંતર્ગત નાના અને સ્ટાર્ટઅપ ઊદ્યોગોને લોન પરની સ્ટેમ્પ ડયુટીમાં માફી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર જે નાના ઊદ્યોગકારો તેમજ સ્ટાર્ટઅપ ઊદ્યોગોને રૂ. પ૦ હજાર સુધીની લોન મંજૂર થઇ હોય તેમને તા.૩૧ ઓકટોબર-ર૦ર૦ સુધી સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત મળશે. રાજયમાં આવા રપ હજાર જેટલા નાના ઊદ્યોગ-સ્ટાર્ટઅપ એકમોને સ્ટેમ્પ ડયુટી મુકિતનો લાભ મળવાથી આર્થિક મંદીમાં તેમને ફાયદો-રાહત થશે અને તેઓ મંજૂર લોનનું ડિસર્બસમેન્ટ મેળવી શકશે.

રાજય સરકાર આવી સ્ટેમ્પ ડયુટીની રૂ. ૧.૭પ કરોડની રકમ જતી કરીને કોરોના બાદની સ્થિતીમાં નાના ઊદ્યોગોને બેઠા કરવા તેની પડખે ઊભી રહેશે.

એટલું જ નહિ, મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજયના શહેરી શેરી ફેરિયાઓ પોતાનો વ્યવસાય ફરી શરૂ કરી પગભર થાય તે માટેની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અન્વયે રૂ. ૧૦ હજાર લોન મેળવનારા રાજયના આશરે બે લાખ જેટલા લાભાર્થીને પણ સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત અપાશે.

આવા બે લાખ જેટલા શેરી ફેરિયા સ્ટ્રીટ વેન્ડર્સને રૂ. ૧૦ હજારની વર્કીંગ કેપિટલ લોન સામે રૂ. ૩૦૦ની સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય છે. આ સ્ટેમ્પ ડયુટીની સમગ્રતયા કુલ રૂ. ૬ કરોડની રકમ રાજય સરકારે માફ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં કોવિડ-૧૯ થી ધંધા-રોજગારને અસરગ્રસ્ત એવા નાના ઊદ્યોગકારો-સ્ટાર્ટઅપને અપાતી રૂ. પ૦ હજાર સુધીની લોન તથા શેરી ફેરિયાઓને આજીવિકા રળવા તેમનો વ્યવસાય પૂનઃશરૂ કરવા માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અન્વયે મળતી રૂ. ૧૦ હજારની લોનમાં સ્ટેમ્પ ડયુટીનું વધારાનું ભારણ તેમણે ભોગવવું ન પડે તેવા ઉદાત્ત્। ભાવથી આ સ્ટેમ્પ ડયુટીની કુલ ૭.૭પ કરોડ રૂપિયાની રકમની માફીના નિર્ણયો કર્યા છે.

(11:23 am IST)