Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ગુજરાત રાજયના ગૃહ વિભાગે રાજયના ૪૬ ધારાસભ્‍યોની રપ જિલ્લામાં ડિસ્‍ટ્રીકટ કમ્‍પ્‍લેન્‍સ ઓથોરિટીના સભ્‍ય તરીકે નિમણુંક કરી : ર વર્ષ સુધી સભ્‍યપદે રહી શકશે

ગાંધીનગરઃ રાજયના ગૃહ વિભાગે એક આદેશ કરી રાજયના ૪૬ ધારાસભ્‍યોની રપ જિલ્લામાં ડિસ્‍ટ્રીકટ કમ્‍પ્‍લેન્‍સ ઓથોરિટીના સભ્‍ય તરીકે નિમણુંક કરી છે. જેમાં તેઓ ર વર્ષ સુધી સભ્‍ય પદે રહી શકશે.

રાજ્યના ગૃહ વિભાગે ગુજરાત પોલીસ એક્ટ 2007 અન્વયે ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેન્સ ઓથોરિટીમાં રાજ્યના 25 જિલ્લામાં 46 ધારાસભ્યોની સભ્ય તરીકે નિમણૂંક કરી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં પ્રદિપખાનાભાઈ પરમાર અને કનુ કરમસિંહભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લામાં બલરાજસિંહ કલયાણસિંહ ચૌહાણ અને શંભૂજી ઠાકોર, ભાવનગર જિલ્લામાં રાઘવજી મકવાણા અને કેશુભાઇ નાકરાણી, બનાસકાંઠા જિલ્લામાં શશિકાંત પંડ્યા અને કિરિતસિંહ વાઘેલા, આણંદ જિલ્લામાં મહેશ રાવલ અને ગોવિંદ પરમાર.

ભરૂચ જિલ્લામાં અરુણસિંહ રાણા અને દુષ્યંત પટેલ, છોટા ઉદેપુર જિલ્લામાં અભયસિંહ તડવી, દાહોદ જિલ્લામાં રમેશ કટારા અને શૈલેષ ભાબોર, દેવભૂમી દ્વારકામાં વિક્રમ માડમ, ગીર સોમનાથમાં વિમલ ચુડાસમા, જૂનાગઢ જિલ્લામાં દેવાભાઇ માલમ અને ભગાભાઇ બારડ, જામનગર જિલ્લામાં રાઘજી પટેલ, કચ્છ પશ્ચિમમાં હિરેન્દ્રસિહં જાડેજા અને ડો. નિમાબેન આચાર્ય, ખેડા જિલ્લામાં કેશવીસિંહ સોલંકી અને અર્જુનસિંહ ચૌહાણ, મહિસાગર જિલ્લામાં જીજ્ઞનેશ સેવક અને કુબેર ડિંડોર.

મહેસાણા જિલ્લામાં ઋષિકેશ પટેલ અને કરસન સોલંકી, નવસારી જિલ્લામાં પિયૂષ દેસાઇ અને નરેશ પટેલ, પંચમહાલ જિલ્લામાં સિકે રાઉલજી અને શ્રીમતી સુમનબેન ચૌહાણ, પોરબંદર જિલ્લામાં બાબુ બુખારિયા અને તાંડલ જડેજા, રાજકોટ જિલ્લામાં ગોવિંદ પટેલ અને લખાભાઇ સાગઠિયા, સાબરકાંઠા જિલ્લામાં રાજન્દ્ર સિંહ ચાવડા અને ગજેન્દ્ર સિંહ પરમાર, સુરત જિલ્લામાં પરવિન ગોગારી અને હર્ષ સંઘવી, સુરેન્દ્ર નગર જિલ્લામાં ધનજી પટેલ (મેક્સન) અને પુરુષોત્તમ સાબરિયા, વડોદરા જિલ્લામાં કેતન ઇનામદાર અને શ્રીમતી મનિષા વકીલ અને વલસાડ જિલ્લામાં અરવિંદ પટેલ (ધોડિયા) અને ભરત પટેલની નિમણૂંક કરી છે.

(12:09 am IST)