Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજયના સામાન્‍ય વહીવટી વિભાગે ગુજરાત કેડરના ર૦૧૮ની બેચના ૮ પ્રોબેશનર આઇ.એ.એસ.ની આસિસ્‍ટન્‍ટ કલેકટર તરીકે નિમણુંક કરીઃ જેમાં પ મહિલા અધિકારીનો સમાવેશ

ગાંધીનગરઃ રાજયના સામાન્‍ય વહીવટી વિભાગે ગુજરાત કેડરના ર૦૧૮ની બેચના ૮ પ્રોબેશનર આઇ.એ.એસ.ની આસિસ્‍ટન્‍ટ કલેકટર તરીકે નિમણુંક કરી છે. જેમાં પ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આજે શુક્રવારે 2018 બેંચના આઠ પ્રોબેશનર IASની આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક આપી છે. રાજ્ય સરકારે 2018 બેંચના જે આઠ IAS અધિકારીઓને આસિસ્ટન્ટ કલેક્ટર બનાવ્યા છે તેમાં પાંચ મહિલા IAS અધિકારીઓ આસિસ્ટન્ટ કલેક્ટર પણ બની છે.

આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમાયેલા અધિકારીઓમાં શિવાની ગોયલને વડોદરા ગ્રામ્યમાં ડભોઇ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક આપી છે. અંકિત પન્નુને જુનાગઢ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, ઉત્સવ ગૌતમને અમરેલી જિલ્લાના લાઠી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, મમત હરેશ પોપટ (શ્રીમતી મમતા હાર્દિક હીરપરા)ને અમદાવાદ જિલ્લાના ધંધુકા આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, પુષ્પલતાને ભાવનગર આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, અક્ષયા બુદાણિયાને જામનગર જિલ્લામાં જામનગર ગ્રામ્ય આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે, જાસ્મિન હસરતની દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે અને સ્નેહલ પુરુષોત્તમ બાપકરને આણંદ જિલ્લાના ખંભાત આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિમણૂંક આપી છે.

(12:01 am IST)