Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

હવામાન વિભાગની આગાહી : શનિ-રવિ ગુજરાતમાં અતિભારે વરસાદ : બનાસકાંઠા આઇએમડી દ્વારા અરવલ્લી, મહિસાગર, કચ્‍છ, દિવને રેડ એલર્ટ : સુરેન્‍દ્રનગર, મોરબી, અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, ખેડા, દાહોદ ઓરેન્‍જ એલર્ટ પર રખાયા

રાજકોટ : હવામાન વિભાગની આગાહી મુજબ શનિ-રવિ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આઇએમ.ડી દ્વારા અરવલ્લી મહિસાગર, કચ્‍છ, દિને રેડ એલર્ટપર રખાયા છે. જયારે સુરેન્‍દ્રનગર, મોરબી અમદાવાદ, પાટણ સાબરકાંઠા, ખેડા, દાહોને ઓરેંજ એલર્ટ પર રખાયા છે.

વધુ માહિતી મુજબ આખા ગુજરાતને હવામાન વિભાગે ઓરેન્‍જ એલર્ટ ઉપર મુકયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અવાતીકાલે અને પરમ દિવસે ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ આગાહીના આધારે આઇએમ.ડી દ્વારા ગુજરાતના તમામ વિસ્‍તારો સહિત આખા રાજયને શનિવાર અને રવિવારે ઓરેન્‍જ એલર્ટ પર રાખ્‍યું છે. બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, કચ્‍છ અને દીવમાં રેટ એલર્ટ જયારે અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, ખેડા, દાહોદ, સુરેન્‍દ્રનગર અને મોરબીમાં ઓરેન્‍જ એલર્ટ અપાયું છે.

(9:32 am IST)