Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

એસટી દ્વારા ગુજરાતભરમાં આંતર જિલ્લા બસ સેવા શરૂ

સુરતમાં એસટી બસ સેવાનો આરંભ : કોરોનાનો ભય ટળ્યો ન હોવાથી સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, યાત્રીનું સ્ક્રીનિંગના નિયમો પળાશે

અમદાવાદ, તા.૨૧ : રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે જે જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ વધુ કેસ હતા, ત્યાં ઘટાડો થયો છે અને બીજા જિલ્લાઓમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. ગત એક મહિનાથી સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા અમદાવાદ કરતાં પણ વધુ નોંધાયા છે.

 રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે જે જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ વધુ કેસ હતા, ત્યાં ઘટાડો થયો છે અને બીજા જિલ્લાઓમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. ગત એક મહિનાથી સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા અમદાવાદ કરતાં પણ વધુ નોંધાયા છે.સુરતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૭,૮૮૪ નોંધાઇ છે. જેમાંથી ૫૮૫ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.૨૬ જુલાઇના રોજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સુરતથી તમામ પ્રકારની એસટી અને ખાનગી બસોના પરિવહન પર પ્રતિબંધ મુકાયો હતો. જેને તબક્કાવાર વધારીને ૨૧ ઓગસ્ટ સુધી કરાયો હતો. ૨૧ ઓગસ્ટ એટલે કે આજથી આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. હવે સુરતથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જી્ બસ શરૂ થશે અને આ સાથે જ વિવિધ જિલ્લાઓમાંથી સુરત માટેની એસટી બસ સેવા પણ શરૂ થશે.સુરતમાં એસટી બસ સેવા ફરી શરૂ થવાથી મુસાફરો ખુશ થયા છે. આમ છતાં કોરોના વાઇરસનો ભય ટળ્યો ન હોવાથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનિટાઈઝર, આરોગ્ય સેતુ એપ, પ્રવાસીઓનું સ્ક્રીનિંગ વગેરે નિયમો પૂર્વવત રહેશે.

(10:14 pm IST)