Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ચાણસ્મા તાલુકાના દેલમાલમાં માતાજીના મંદિરમાં ચાર સ્તંભ તૂટેલી હાલતમાં મળી આવતા લોકોનો જીવ જોખમમાં મુકાયો

ચાણસ્મા: તાલુકાના દેલમાલ ગામે લીંબજ માતાજીના મંદિરના આગળના ભાગે આવેલ છત્રીના ચાર સ્તંભ પૈકી એક સ્તંભ ત્રણ-ચાર માસ અગાઉ ધરાશાયી થઈ ગયો હતો. જેને આજે ચાર-ચાર માસ થવા છતાં માત્ર ટેકો આપી ઉભો કરી દેવાયો છે. હાલમાં પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત જાહેર કરાયેલ સ્મારકની જાળવણીને લઈ ગામલોકો સહિત શ્રધ્ધાળુઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે જીર્ણોદ્ધાર કરવામાં નહી આવે તો પ્રાચીન ધરોહર સમુ મંદિર એક દિવસ ભુતકાળ બની જશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો મંદિર પડવાના વાંકે ઉભુ છે.

૭૦૦ થી ૮૦૦ વર્ષ પ્રાચીન મંદિરના મુખ્ય શીખર તેમજ અન્ય નાના-મોટા ઘુમ્મટ વિગેરેના પથ્થર પણ છુટા પડી ગયા છે. જેના કારણે ચોમાસામાં વરસાદી પાણી મંદિરમાં ઉતરે છે. પાણી મંદિરના પાયામાં ઉતરતાં પ્રાચીન સ્મારકને મોટુ નુકશાન થઈ શકે તેમ છે.

(6:12 pm IST)