Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

સબસીડી સાથે સોલાર પાવર પ્લાન્ટ નખાવો અને પર્યાવરણને બચાવવા ભાગીદાર બનો

આ વર્ષની સોલાર પાવરની પોલીસી સરકાર હવે જાહેર કરશે : સોશ્યલ મીડિયાની ખોટી જાહેરાતોમાં ભરમાવુ નહિં :ઘરે ઘરે સોલાર પેનલ અપનાવોની નિતી ભારત સરકારની છે જેના માટે દર વર્ષે સબસીડીની પોલીસી જાહેર કરે છે.

સોલાર રૂફટોપ સિસ્ટમ્સ અપનાવો જેથી તમે પોતે એક નાના એવા સોલાર પાવર પ્લાન્ટના માલીક બનો છો અને સોલાર દ્વારા બનાવેલી વિજળીના વપરાશ ઉપરાંત વધેલી વિજળીને તમે સરકારને વેંચી શકો છો. જે સરકાર તમારી સાથે ૨૫ વર્ષનો કરાર કરે છે. જે ઇલેકટ્રીક બીલમાં સોલાર ટ્રફટોપ દ્વારા બનાવેલી વિજળીના યુનીટ અનેે વપરાયેલ વિજળીનો ડીફરન્સ પ્રમાણે બિલ ભરવાનુ થાય છે.

સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે, ૧ થી ૩ કેડબલ્યુ સોલાર પાવર પ્લાન્ટ ઘર ઉપર લગાવવા માટે ૪૦% સબસીડી આપવાની શકયતાઓ દર્શાવે છે. સાચુ તો સરકાર જયારે ૨૦૧૯-૨૦૨૦ સોલાર પાવરની પોલીસી જાહેર કરશે ત્યારે જ સાચી સબસીડી અને પ્રતિ કિલોવોટના  ભાવ જાણવા મળશે તેથી આજકાલ સોશીયલ મીડિયાના માધ્યમથી ફરી રહેલા ખોટા મેસેજથી ભરમાશો નહી. જે લોકો પ્રાઇઝ લીસ્ટ (ભાવ) અને સબસીડી લખે છે તેના ઉપર ધ્યાન આપશો નહિ તેના કરતા સરકારની જાહેરાત આવવાની રાહ જોવો અને ત્યાર પછી જ તમારા જીઇડીએમાં ડોકયુમેન્ટ રજીસ્ટ્રેશન માટે અપલોડ થવાના છે તેમજ સરકારે ડોકયુમેન્ટ સાથે એડવાન્સ રૂપિયા લેવાની નીતી પણ જાહેર કરેલ નથી તેથી કોઇને ટોકન આપવુ પરંતુ વધારે એડવાન્સ રૂપિયા આપવા નહિ.

હવે આપણે ૩ કેડબલ્યુ સોલાર રૂફટોપ પ્લાન્ટ વિજે જાણીએ :

૩કેડબલ્યુ પ્લાન્ટ લગાવવાનો ગયા વર્ષની પોલીસી પ્રમાણે રૂપિયા ૧૪૪૯૦૦ ભાવ થતો હતો તેમાં ભારત સરકાર ૩૦% સબસીડી અને ગુજરાત સરકાર ૨૦ હજાર રૂપિયા બાદ કરતા ૮૧૪૩૦ રૂપિયામાં ખર્ચ થતો હતો જેમાં જે લોકોએ ગયા વર્ષનો લાભ લઇને જેને ૩ કેડબલ્યુનો સોલાર પ્લાન્ટ લગાડેલ છે તેને કેટલો ફાયદો થશે તેનો અહેવાલ આપણે જોઇએ.

૩ કેડબલ્યુ સોલાર પાવર પ્લાન્ટ સવારના ૯ થી સાંજના પ વાગ્યા સુધીમાં ૧૨ થી ૧૫ યુનીટ બનાવે છે. જે લગભગ ૩૦ દિવસ માટે ૩૬૦ થી ૪૫૦ યુનીટ બને છે. એટલે કે ૪૦૦ યુનીટ બનાવે છે. જો આપણો વપરાશ એક મહિનાનો ૩૦૦ યુનીટનો હોય તો તમારા બિલમાં ૭૦૦ યુનીટમાંથી વપરાયેલ ૩૦૦ યુનીટ બાદ થાય છે તેથી તમારે ૧૦૦ યુનીટ વધે છે. જે તમારા પીજીવીસીએલના બિલમા રૂપિયામાં જમા કરી રાખે છે. તેથી તમારા બીલમાં ૧૦૦ યુનીટના રૂપિયા જમા થશે. જે દર મહિને કેરી ફોરવર્ડ થયા કરશે અને વર્ષના અંતમાં સોલાર પાવર દ્વારા બનાવાયેલા વધારાના યુનીટના રૂપિયા સરકાર ગ્રાહકોને પાછા આપે છે.

તેમજ આ સિસ્ટમ્સમાં લગાવેલ સોલાર પેનલમાં રપ વર્ષની પરફોર્મન્સ વોરંટી પણ મળે છે.

સોલાર રૂફટોપ સિસ્ટમ્સ અપનાવવાથી આપણને નાણાકીય ફાયદો થશે.

માધાપર ચોકડી બેકબોન પાસે રહેતા યશવંતરાય રાઠોડ જે રેલ્વે અધિકારી છે તેને ૩ કેડબલ્યુ સોલાર રૂફટોપ લગાવે છે. તેની મુલાકાત લેતા તેના ઇલેકટ્રીક બિલમાં ચાર મહિનામાં ૧૭૦૦ રૂપિયા જમા થયેલ છે. તેવું જણાવેલ હતુ.

શ્રી મુકેશ પરમાર મો.૯૮૨૫૧ ૫૮૩૩૧

(4:11 pm IST)