Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

વડતાલમાં ભવ્ય હિંડોળાઃ નવેમ્બરમાં વચનામૃત મહોત્સવઃ રવિવારે રાજકોટમાં મ્યુઝિકલ આમંત્રણ પત્રિકા વિમોચન

સ્વામિનારાયણ ભગવાન ઝુલેલા તે હિંડોળા પર જ શ્રી હરિ સ્વરૂપના દર્શન

વડોદરા તા.રર : ખેડા જિલ્લામાં  શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધતીર્થ  વડતાલધામ ખાતે ભવ્ય હિંડોળા ઉત્સવનું આયોજન શ્રી વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છ.ે ગઇકાલે સાંજે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા શ્રી જ્ઞાનજીવનસ્વામી કુંડળધામ વગેરે. સંતોના હસ્તે ભવ્ય હિંડોળા ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાંં આવ્યું હતું.

આજથી બસ્સો વર્ષ પુર્વે વડતાલના જ્ઞાનબાગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન બાર સ્વરૂપે જે હિંડોળા ઉપર ઝુલ્યા હતા તે પ્રસાદીભૂત હિંડોળા ઉપર શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવવામાં આવ્યુ઼છ.ેજેના દર્શન કરતા બસ્સો વર્ષ પૂર્વેની ઝાંખી થઇ રહી છ.ે

સત્સંગનો લાભ આપતા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામિએ સૌ ભકતોને જણાવ્યું હતું કે જીવનમાં જયારે સત્સંગ અને સેવા કરવાની તક આવે ત્યારે તેનો લાભ લઇ લેવો જોઇએ અને ભગવાન તથા મોટાનો રાજીપો રાખી લેવા જોઇએ કેમકે રળવા જેવો તો એક રાજીપો છે. વગેરે વાતો દ્વારા સૌ ભકતોના હૈયામાં ખુમારી ચડાવી દીધી હતી તેમજ આ પ્રસંગે આગામી નવેમ્બર ર૦૧૯માં વડતાલધામમાં ઉજવાનાર ભવ્ય વચનામૃત મહોત્સ્વમાં ભકતોને આવવા માટે મ્યુઝીકલ આમંત્રણ પત્રિકાની સીરીઝ શરૂ કરવામાં આવી છ.ે

વિશેષમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વે દરેક રવિવારે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવશે અને દર રવિવારે એક નવી કીર્તન દ્વારા મ્યુઝીકલ આમંત્રણ પત્રિકાનું વિમોચન કરાશે. આગામી તા. ર૮ રવિવારે રાજકોટ ખાતે ભૂપેન્દ્ર રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય સત્સંગસભા યોજાશે. તેમાં મ્યુઝીકલ આમંત્રણ પત્રિકા-૩નું વિમોચન થશે. તેના પછીના રવિવારે ક્રમથી બોટાદ તથા ખંભાતમાં સત્સંગ સભા યોજાશે

૩૬ દિવસ સુધી ચાલનારા આ હિંડોળા ઉત્સવના ઉદ્દઘાટન પ્રસંગે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદજી પીઠાધિપતિ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે ઉપસ્થિત સૌ સંતો ભકતોને રૂડા આશીર્વાદ પાછળ હતા. રાજીપો વ્યકત કર્યો હતો. વિમોચિત કરાયેલ મ્યુ઼ઝીકલ આમંત્રણ પત્રિકાઓને દરેક ભકતો પોતાના વિસ્તારમાં આવતા દરેક ભકતો સુધી પહોંચાડવા આચાર્ય મહારાજે ભકતોને અનુરોધ કર્યો હતો.

(4:04 pm IST)