Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કારગીલ વિજય દિવાસને ચિહ્નિત કરવા પોરબંદરમાં નૌસેનાના યુધ્ધ પોત ની મુલાકાત અને વૉકેથન્સ

યુદ્ધ પોત આઈ.એન.એસ. બીઆસને શાળાના બાળકોની મુલાકાત માટે ખુલ્લી મુકાઈ

અમદાવાદ: કારગીલ વિજય દિવાસની 20 મી વર્ષગાંઠની ઉજવણી, ભારતીય નૌસેનાના અગ્રિમ યુદ્ધશક્તિના યુદ્ધ પોત  આઈ.એન.એસ. બીઆસને ગુજરાત, દમણ અને દીવ નૌસેના ક્ષેત્ર ના પોરબંદર સ્થિત બંદર પર પોરબંદરની શાળાઓના બાળકો દ્વારા મુલાકાત માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

  આઈ.એન.એસ. સરદાર પટેલ ના આઈ.એન.એસ. બીઆસ સાથે ના આ સંકલન થી પોરબંદર ની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને આ યુદ્ધ પોત ની મુલાકાત લેવાની તક મળી હતી. આ મુલાકાત નું આયોજન વ્યાપક થીમ "તમારા સશસ્ત્ર દળોને જાણો" ના અંતર્ગત "કારગિલ વિજય" ઉપર વિશિષ્ટ પ્રકાશ સાથે કરવામાં આવ્યું હતુ

  .  યુદ્ધ પોત ના ઉત્સાહી ક્રૂએ શાળાના બાળકોને આ પોત ની માર્ગદર્શિત ટ્રીપ અાપી હતી. શાળાના બાળકોને આ યુદ્ધ પોત ના વિવિધ હથિયારો અને સેન્સર થી અવગત કરાવવા મા આવ્યા હતા. લગભગ 148 વિદ્યાર્થીઓ અને 12 અધ્યાપન સ્ટાફ એ આ યુદ્ધ પોત ની મુલાકાત લીધી હતી. યુદ્ધ પોત ના કમાન્ડિંગ ઑફિસરે વિદ્યાર્થીઓ અને અધ્યાપન સ્ટાફ સાથે વાતચીત કરી હતી અને દરિયામાં જીવન વિશે પોતાના અનુભવો જણાવ્યા હતા.

   વહેલી સવારે, પોરબંદર ખાતે નૌસેના ની એકમો દ્વારા વૉકેથન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.  આઈ.એન.એસ. સરદાર પટેલ દ્વારા 10 કિલોમીટર વૉકેથન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિટી એરિયા અને ચોપાટી બીચ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વૉકેથનનું લક્ષ્ય સ્થાનિક લોકો મા ભારતીય નૌસેના અને કારગીલ વિજય વિશે જાગૃતિ ફેલાવવા નો હતો.

    આઈ.એન.એસ. સરદાર પટેલ અને એસ.પી.બી. (પીબીડી) ના તમામ કર્મચારીઓ તેમજ ડી.એસ.સી. ના કર્મચારીઓએ આ વૉકેથનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.  નેવલ એર એન્ક્લેવ, પોરબંદર, દ્વારા પણ પોકબંદર એરફિલ્ડની આસપાસ ના વિસ્તાર માં 05 કિ.મી. વૉકેથન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેના કર્મચારીઓ અને તેમના પરિવારો નો ભારે પ્રતિસાદ અને સહભાગીતા પ્રાપ્ત થઈ હતી

  . વૉકેથન માં શામેલ થયેલ તમામ કર્મચારીઓ ના પરિવારજનો ને નેવલ એર સ્ક્વોડ્રન્સની મુલાકાત પણ આપવા માં આવી હતી.

(12:08 am IST)