Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

અંકલેશ્વરઃ 27 હજારના વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાયી: દારૂબીયરનો મોટો જથ્‍થો ઝડપાયો

અંકલેશ્વર: અંકલેશ્વરનાં સુરતીભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રૂપિયા 27 હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે 2 દિવસ પૂર્વે જ મહિલા બુટલેગરને ત્યાંથી 1300 રૂપિયાનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા 2 દિવસ પૂર્વે સુરતીભાગોળ વિસ્તારમાં મહિલા બુટલેગર કૈલાશ ચાલીસ હજારવાલાના ધરે થી 13 નંગ બિયરના ટીન ઝડપી પાડ્યા હતા. જે 48 કલાકમાજ શહેર પોલીસે ફરી તેના ધરે દરોડા પડતા ઈંગ્લીશદારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 27100 રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડી મહીલા બુટેલગરની અટકાયત કરી હતી. ઈંગ્લીશ દારૂનો જથ્થો ક્યાં થી અને કોની પાસે થી લાવ્યા તે અંગે વધુ પૂછપરછ આરંભી હતી.

(1:01 pm IST)