Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

છેતરપીંડીની વિચિત્ર કિસ્સો :હપ્તા ભરવાના બાકી છે કહીને કિશોર પાસેથી એક્ટિવા લઇને બે ગઠીયા ફરાર

ક્રિકેટના કોચિંગમાં જતા અમદાવાદના ગોતા વિસ્તારના મુદીત અગ્રવાલ સાથે અનોખી ઠગાઈ

અમદાવાદમાં છેતરપીંડીનો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે ગૌતા વિસ્તારમાં રહેતા જેમાં એક કિશોર પાસેથી બે ગઠિયાઓ તેનું એક્ટિવાનાં હપ્તા ભરવાનાં બાકી છે તેવું કહીને એક્ટિવા લઈને ફરાર થઇ ગયા હતાં. જે અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે .

    આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદનાં ગોતામાં આઇ.સી.બી આઇલેન્ડમાં રહેતા 17 વર્ષનાં મુદિત ડી. અગ્રવાલ એક્ટિવા પર ક્રિકેટ કોચિંગમાં જઇ રહ્યો હતો.ગોતાનાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં એક્ટીવા પાર્ક કરી રહ્યો હતો. તે દરમિયાન એક્ટીવા પર બે યુવાનો આવીને  બંન્નેએ મુદિતને પોતાની ઓળખ સિઝર (કોર્ટના હુકમથી કબજો લે તે ) તરીકેની આપી હતી

 કથિત સીઝરે કહ્યું હતું કે તમારા આ એક્ટીવાના ત્રણ હપ્તા બાકી છે. એટલા માટે હપ્તા ભરી જજો અને એક્ટીવા છોડવી જજો એમ કહ્યું હતું. બાદમાં આ શખ્સો મુદિત પાસેથી એક્ટીવા લઈને કારગીલ ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા.

  આ બનાવનો સોલા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સોલા પોલીસે જણાવ્યું હતું કે, ' આ એક્ટિવા ફરિયાદીએ રોકડા રૂપિયામાં લીધું હતું. તે છતાંપણ હપ્તા બાકી છે કહીને એક્ટીવા લઈ ગયા હતા.' હાલ પોલીસ સીસીટીવી તપાસીને આગળની કાર્યવાહી કરી રહી છે

(12:35 pm IST)
  • મોહનભાઇ કુંડારીયાની જાહેરાત કાલે ભાજપનો વિજય થશે તો પણ પડધરી-ટંકારા વિસ્તારમાં કોઇ જ વિજય સરઘસ નીકળશે નહિ ! : રાજકોટમાં વિજય સરઘસ કે ઉજવણી કરવી કે કેમ તે અંગે વિજયભાઇ નિર્ણય લેશે : કોંગી ઉમેદવાર લલીતભાઇ કગથરાના યુવાન પુત્રના અકાળે અવસાનના પગલે મોહનભાઇનો સ્તુત્ય વિચાર access_time 1:17 pm IST

  • આતંકી હુમલા છતા અમરનાથ યાત્રાનું આકર્ષણ યથાવત :રજિસ્ટ્રેશનમાં વધતી ભીડ :આતંકવાદીઓ સાથે પથ્થરાબાજો પણ યાત્રાને નિશાન બનાવવાની તૈયારીમાં :30થી 50 આતંકીઓ ઘુસી આવ્યાની પૃષ્ટિ access_time 8:29 pm IST

  • ચર્ચના પ્રમુખ વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં એક શખ્શની ધરપકડ :કેરળના સાયરો -માલાબાર ચર્ચના પ્રમુખ કાર્ડિનલ જોર્જ એલેન્સરી વિરુદ્ધ નકલી દાસત્વએજ બનાવાના આરોપમાં 24 વર્ષીય યુવકની ધરપકડ access_time 1:27 am IST