Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ટ્રમ્પના કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓને બસમાં સામૂહિક રીતે સાથે જવું પડશે

કોન્વે અને લાલ લાઇટવાળી ગાડીમાં જ નહીં પોતાની કાર પણ લઇને નહિ જવાનું: મુખ્યમંત્રીના બંગલે પહોંચી જવા દંડકની સૂચના

 

અમદાવાદ : ગાડીઓની લંગારવાળા કોન્વે અને લાલ લાઇટવાળી ગાડીમાં આવવા જવા માટે ટેવાયેલા ગુજરાત સરકારના મંત્રીઓને ટ્રમ્પના કાર્યક્રમમાં મોટરોનો કાફલો તો નહીં મળે પરંતુ અલાયદી પોતાની મોટર પણ લઈ જવાની નહીં રહે તેવી સૂચના સરકાર તરફથી મળી છે. દરેક મંત્રીઓને એક બસમાં સામૂહિક રીતે સાથે જવું પડશે એવો પ્રોગ્રામ જાહેર કરાયો છે.

  પત્રકારોને જ્યારે વીવીઆઇપીના કાર્યક્રમમાં કવરેજ માટે જવાનું હોય ત્યારે કોઈ એક ચોક્કસ સ્થળે એકત્ર થવાનું કહી દેવામાં આવે છે. અને ત્યાંથી એક જ બસમાં કાર્યક્રમના સ્થળે લઇ જવાતા હોય છે. તે પેટર્ન મુજબ મંત્રીઓને પણ તારીખ ૨૪ ફેબ્રુઆરીના મંગળવારે સવારે ૯:૦૦ વાગ્યે ગાંધીનગર ખાતે સેક્ટર ૨૦મા મુખ્યમંત્રીના બંગલે પહોંચી જવા માટેની સૂચના સરકારના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી છે

  મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ૯:૦૦ વાગ્યે એક બસ ઉપડશે અને તેથી જો શક્ય હોય તો મંત્રીઓએ આગલા દિવસે એટલેકે તારીખ ૨૩ ફેબ્રુઆરીએ રાત્રે ગાંધીનગર પહોંચી જવાનું રહેશે.

(12:40 am IST)
  • ચીની જહાજને ૨૫ લાખ દંડ ફટકારી જવા દીધુ : કંડલા બંદરે તાજેતરમાં ચીની જહાજ ઝડપાયું હતુઃ મિસાઇલ અણુશસ્ત્રને લગતો સામાન તેમાં હોવાની શંકાઃ કરાંચી જતુ હતુ જહાજઃ અટકાવ્યુ હતુઃ શંકાસ્પદ વસ્તુઓ ઉતારી જહાજ મુકતઃ જહાજ પાસેથી ૨૫ લાખનો દંડ કરાયો access_time 12:51 pm IST

  • વારિસ પઠાણના નિવેદનથી કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહ તથા આર જે ડી નેતા તેજસ્વી યાદવ લાલઘૂમ : 15 કરોડ મુસ્લિમો 100 કરોડ હિંદુઓને ભારે પડશે તેવા નિવેદનના કારણે ધરપકડ કરવા માંગણી : AIMIM તથા ભાજપ એકબીજાના પૂરક છે : ધાર્મિક કટ્ટરવાદ ફેલાવી નફરત પેદા કરતા હોવાનું મંતવ્ય access_time 7:59 pm IST

  • ગુજરાતમાં સૌથી મોંઘુ સોનું બન્યુ : સુરતમાં પ્રતિ ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ.૪૩,૫૦૦: અમદાવાદ ૪૩.૧૦૫, મુંબઇઃ ૪૩.૦૨૫, ચાંદીનો ભાવ રૂ.૪૮.૪૧૦ આંતરરાષ્ટ્રીય સોનાની માગ લઇ ભાવમાં વધારો : અમદાવાદમાં સોનામાં તેજીનો માહોલઃ ૧૦ ગ્રામ દિઠ ૪૩,૮૫૦ રૂપિયે વૈશ્વિક બજારમાં અસરઃ સોનુ ૪૫૦૦૦ની સપાટીએ પહોંચે તેવી શકયતા access_time 12:52 pm IST