Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

નર્મદા ACBના છટકામાં પકડાયેલા સબ રજીસ્ટ્રારના બે દિવસના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી નાંદોદ સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી દિલીપ તેરીયાને ગત શનિવારે બે હજાર રૂપિયા ની લાંચ લેતાં નર્મદા એસીબી ટીમે રંગે હાથ પકડી લીધા બાદ આ કેસની તપાસ ભરૂચ એસીબી ને સોંપઇ હતી ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના બુધવાર સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા બુધવારે તેમના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડી માં મોકલી અપાયા હોવાનું સરકારી વકીલ જે.જે.ગોહિલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નર્મદા એસીબી એ ગત શનિવારે સબ રજીસ્ટ્રાર ની કચેરી નાંદોદ ખાતે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસે રૂ.૫૦૦/- થી રૂ. ૨૦૦૦/- ની લાંચની માંગણી કરતા અને લાંચની રકમ નહીં આપે તો અરજદારોને ધક્કા ખવડાવી સમયસર દસ્તાવેજ નોંધણી નહીં કરતા હોવાની માહિતીના આધારે સબ રજીસ્ટ્રારની કચેરી ખાતે લાંચનું ડિકોય છટકુ ગોઠવતા આક્ષેપિત દિલીપકુમાર લાભશંકર તેરૈયા ચાર દસ્તાવેજ કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ રૂ. ૨૦૦૦/- ની માંગણી કરી અને આ રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઇ ગયા બાદ આ કેસની તપાસ ભરૂચ એસીબીને સોંપવામાં આવી હોય જેથી આજરોજ દિલીપ તરૈયાને કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ ની દલીલ માન્ય રાખી બુધવાર 11 વાગા સુધીના રિમાન્ડ ડિસ્ટ્રિક્ટ જજ ચૌધરી એ મંજુર કર્યા હતા ત્યારે આ રિમાન્ડ પૂર્ણ થતાં બુધવારે જ તેમને જ્યુડિશિયલ કસ્ટડી માં મોકલી આપવામાં આવ્યા છે

(11:09 pm IST)