Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મુંબઇ મહારાષ્ટ્રમાં તો રાત્રી કર્ફયુ ઉઠી ગયો : ગુજરાતને પણ હવે મુકત કરો

ખાણીપીણીના ધંધાર્થીઓને મોડી રાત્રી સુધી છુટ આપવા કોંગ્રેસ અગ્રણી ડો. પરકીન રાજાની મુખ્યમંત્રીને રજુઆત : ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને પણ રાહત આપવા માંગણી

રાજકોટ તા. ૨૧ : કોરોનાના કારણે મુંબઇ અને મહારાષ્ટ્ર સરકારે લાદેલ કર્ફયુમાંથી મુકિત જાહેર કરી દીધી છે. ત્યારે હવે ગુજરાતને પણ રાત્રી કર્ફયુમાંથી મુકત કરવા કોંગ્રેસ અગ્રણી અને સૌ.યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ ડો. પરકીન રાજાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી રજુઆત કરી છે.તેઓએ જણાવ્યુ છે કે મહારાષ્ટ્ર અને મુંબઇ શહેર અનલોક જાહેર કરતી હોય તો ગુજરાતે પણ કદમ ઉઠાવવુ જોઇએ. જેથી ખાણીપીણીના ધંધાર્થીઓ, રેસ્ટોરન્ટ, હોટલો, શોપીંગ મોલ અને અન્ય તમામ ધંધાર્થીઓને મોડી રાત્રી સુધી વેપાર કરવાની છુટ મળી શકે.

રસીકરણમાં પણ ગુજરાત મોખરે જ છે. જનતા સ્વયંભુ કોવિડ મહામારીને અનુલક્ષીને નિયમોનું સભાનપણે પાલન કરતી થઇ ચુકી છે. દીવનળી જેવન તહેવારોમાં વેપારીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. રાત્રી કર્ફયુ હવે બેમતલબનો જણાય છે. તેમજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓના ધંધાને પણ ઘણી માઠી અસર પહોંચી રહી હોય સત્વરે રાત્રી કર્ફયુ ઉઠાવી લેવા અંતમાં એડવોકેટ ડો. પરકીન રાજાએ માંગણી ઉઠાવી છે.

(3:33 pm IST)