Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અને, ખાડામાં દાટેલ માટલામાંથી ૯૮ લાખ રૂપિયા નીકળી પડતા સુરત ક્રાઇમ બ્રાન્ચ ચોંકી ઉઠેલ

વેસ્ટર્સ કંસ્ટ્રકશન કું.માંથી તિજોરી સાફ કરી મધ્ય પ્રદેશ બાજુ પહોંચી જનાર બન્ને સગા ભાઈઓના પરાક્રમની રસપ્રદ કથા : પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ,ડીસીપી રાહુલ પટેલના માર્ગ દર્શન હેઠળ આર.આર.સરવૈયા ટીમ દ્વારા પોલીસ ધારે તો શું ન કરી શકે તેનું અદભૂત ઉદાહરણ પુરૂ પાડ્યું

 રાજકોટ તા. ૨૧, સુરતના ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ વેસ્ટર્સ કંસ્ટ્રકશન કંપનીમાંથી અધધધ રકમ તિજોરીમાંથી સાફ કરી આરોપીઓ નાશી છૂટવાની ઘટનાની જાણ સમગ્ર શહેરના પોલીસની ભાષામાં જેને D.R અર્થાત્ ડેઇલી રીપોર્ટ વહેલા ઊઠી ઝીણવટપૂર્વક તપાસવાની પોતાની રૂટિન ટેવ મુજબ તપાસી રહ્યા હતા તે સમયે જ તેમને આ મામલો પોલીસ માટે પડકારજનક લાગ્યો, તેવો દ્વારા તુરત ક્રાઇમ બ્રાન્ચના ત્રણે એડી.સીપી, ડીસીપી અને એસીપી સાથે ચર્ચા કરી સ્થાનિક પોલીસ સાથે તેમને પણ કામે લગાડવાનો નિર્ણય ફરી એક વખત સફળ રહ્યો છે, બે સગા ભાઈઓ કે જે ગુન્હાને અંજામ આપી પોતાના વતનના રાજ્ય મધ્ય પ્રદેશના ગામમાં નાશી છુટેલા તેને ઝડપવા સાથે ૯૮ લાખ રોકડ સહિત ૯૯ લાખની રકમનો મુદ્દામાલ કબ્જે કરતાં સર્વત્ર અભિનંદન વર્ષા થઇ રહી છે.

 પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી. પોલીસ કમિશનર શરદ સિંઘલ,ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શનમાં એસીપી આર. આર.સરવૈયા ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ સાથે બાતમીદારો અને પ્રવર્તમાન સ્ટાફ અને ભૂતકાળમાં ફરજ બજવનારા સ્ટાફની વિગતોમાં જે વર્ણન હતું તે વર્ણન આધારે સીસીટીવી ફરી ચકાસતા મહત્વની કડી મળી હતી,જે આધારે બે ટીમ આર. આર.સરવૈયા દ્વારા બે  ટીમ મધ્યપ્રદેશના ઇન્દોર તરફ મોકલેલ.

પકડાયેલ આરોપી એમપાલ મંડલોઇનાઓને ગુના બાબતે પુછતા જણાવેલ કે, પોતે બનાવવાળી જગ્યા વેસ્ટર્સ કન્સ્ટ્રકશન કંપની ખાતે આશરે છએક મહીના ઓફીસ બોય તરીકે નોકરી કરેલ અને આજથી વીસેક દીવસ પહેલા નોકરી છોડી વતન ખાતે ચાલી ગયેલ હતો. પોતે ઓફીસ બોય તરીકે કામ કરતો હોય જેથી અવારનવાર તમામ ઓફીસ મા અવરજવર હોવાને કારણે પોતે કેશીયર ઓફીસની તમામ ગતિવિધી તથા કેશીયર ઓફીસમાં રહેલ તીજોરીની ચાવીઓ મુકવાની જગ્યા વિશે અવગત હતો. બાદમાં નાણાકીય જરૂરીયાત ઉભી થતા તેના મોટા ભાઇ નેપાલ બિશન મંડલોઇ સાથે પોતાના ગામથી બસમાં બેસીને તા.૧૦/૧૦/૨૦૨૧ ના રોજ વહેલી સવારે નીકળી રાત્રીના આઠેક વાગ્યે વેસ્ટર્સ કન્સ્ટ્રકશન કંપનીમાં મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર પ્રવેશીને કેશીયર ઓફીસના ડ્રોવરનુ લોક તોડી ડ્રોવરમાં મુકેલ તિજોરીની ચાવી મેળવી બાજુની ઓફીસમાંથી તિજોરી ખોલી રોકડા રૂપિયાની ચોરી કરી પરત પોતાના વતન છોટીજીરી ખાતે જઇ પોતાના ઘરની પાછળ ખેતરમાં ખાડો ખોદી માટલામાં દાટી સંતાડી દીધેલ અને પોતાને પોલીસ પકડથી બચવા સારુ ઈન્દોર ખાતે રહેવા  આવી ગયેલ હતો.

   ત્યારબાદ ચોરીમાં સહઆરોપી તથા મુદ્દામાલની તપાસ સારુ તેના વતન છોટીજીરી અલીરાજપુર ખાતે જઇ તેના ભાઇ નેપાલ બિશન મંડલોઇને તથા મુદ્દામાલ તેમના પોતાના ઘરની પાછળથી ખાડો ખોદી સંતાડેલા રોકડા રૂપિયા ૯૮,૮૦,૦૦૦/- તથા ચોરીના રૂપિયામાંથી ખરીદી કરેલ મોબાઇલ ફોન કી. ૧૫,૦૦૦/- તથા તેના ચોરીના કામે વપરાયેલ મોબાઇલ ફોન જેની આશરે કીંમત રૂ, ૫,૦૦૦/- કુલ્લે રૂ.૯૯,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને આરોપીઓ તથા મુદ્દામાલ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે

 ઉકત ટીમ દ્વારા ઇન્દોર પંથકમાંથી ઓમપાલ નામના શખ્સને ઝડપી લેવામાં આવેલ.તેની આગવી ઢબે પૂછપરછ કરી તેના વતનના ગામેથી તેના સગા મોટા ભાઈ નેપાલ મિશનને ઝડપી મુદ્દામાલ અંગે પૂછપરછ કરી હતી.અને પોલીસે દર્શાવેલ સ્થલેથી મુદ્દામાલ કબ્જે કરેલ.

(11:38 am IST)