Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મહેસાણા તાલુકાના ખારા ગામે એલસીબીની ટીમે જુદી-જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ કારને ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી

મહેસાણા: તાલુકાના ખારા ગામ નજીકથી એલસીબીની ટીમે જુદીજુદી બ્રાન્ડનો વિદેશી દારૃનો જથ્થો ભરેલી ઈનોવા કાર ઝડપી લીધી હતી. તેમાંથી જુદાજુદા બ્રાન્ડની દારૃની ૧૬૭૮ બોટલો મળી આવી હતી. પોલીસે રૃ.1225780નો મુદ્દામાલ સાથે રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

મહેસાણા એલસીબીના પીઆઈ સહિતનો સ્ટાફ બાતમી મળી હતી કેભારતીય બનાવટનો વિદેશી દારૃ ભરી મહેસાણા બાયપાસ તરફથી આવી સામેત્રામીઠાચોકડી થઈ કડી તરફ જનાર છે. જે હકીકત આધારે પોલીસ સ્ટાફ ખારા ગામ થઈ હરસિદ્ધવાડી નજીક વોચમાં ગોઠવાઈ ગયેલા દરમિયાન ઉપરોક્ત બાતમી વાળી ઈનોવા ગાડી મીઠા ચોકડી તરફથી આવતા વાહનોની આડાશ કરી ગાડીને કોર્ડન કરી પકડી લીધેલ અને ઈનોવા ગાડીમાંથી અરવિંદ વિરમારામ તુલશારામ બિશ્નો રહે.સેવડી રાજસ્થાન તથા જગદીશ સોનારામ લાધુરામ બિશ્નો રહે.સોનડીતા.સેડવાજિ.બાડમેર વાળાને પકડી લીધેલ અને ઈનોવા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતની વિદેશી દારૃ તથા બીયર નાની મોટી બોટલ નંગ-1678 ઈનોવા ગાડી તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-3 મળી કુલ કિ.રૃ.12,25,780ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને પકડી લીધેલ અને તેઓ વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)