Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ગુજરાત માટે ૯નો આંકડો 'અનલક્કી' !

નવ વાઈબ્રન્ટ સમિટમાં કરોડોનો ખર્ચ છતા ઈનોવેશનમાં નવમો નંબર !

અમદાવાદ, તા. ૨૧ :. આમ તો નવમો આંક પૂર્ણ આંક છે. શુભ મનાય છે પરંતુ ગુજરાત માટે નવનો આંકડો શુકનવંતો સાબિત થયો નહી હોવાનું મનાય છે. નવ વાઈબ્રન્ટ સમીટો થઈ કરોડોનો ખર્ચ થયો છતા ગુજરાત ઈનોવેશનમાં છેક નવમા ક્રમાંકે ધકેલાયુ છે. તેવો આરોપ વિપક્ષ કરી રહ્યો છે.

ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટના ૯ ઉત્સવો યોજાઈ ચૂકયા છે તેમ છતાંય ગુજરાત ઔદ્યોગિક મૂડી રોકાણમાં છઠ્ઠા ક્રમે અને ઈનોવેશનમાં ૯મા ક્રમ સાથે નિરાશાજનક પ્રદર્શન રહ્યુ છે. આ પરિણામો વાઈબ્રન્ટ સમિટ માટે પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યા છે. ૯ વાઈબ્રન્ટ સમિટ પાછળ સત્તાવાર ખર્ચ ૨ હજાર કરોડ અને બિનસત્તાવાર ખર્ચ ૧૦ હજાર કરોડ થયો તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યુ છે.

અગાઉ ગુજરાત ઔદ્યોગિક મૂડીરોકાણમાં ૧૯૯૫ સુધી પ્રથમ અથવા બીજા નંબરે મહારાષ્ટ્ર સાથે હરિફાઈ કરતું હતુ હવે ભાજપ સરકારમાં ૪૨ ટકા નાગરિકો ગરીબી અને ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ૫૫ ટકા મહિલા અને ૪૫ ટકા બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. આરબીઆઈના અહેવાલ મુજબ ૧૬ રાજ્યોમાં રોકાણ માટેના યોગ્ય વાતાવરણના અહેવાલમાં ગુજરાતનું સ્થાન થી. રોજગારી ઉત્પન્ન કરવામાં ગુજરાતનો નંબર ૧૫મો છે, માથાદીઠ આવકમાં ગુજરાત ૯મા નંબરે છે. દરેક નાગરિકના માથે ૪૧ હજાર કરતા વધારેનું દેવું છે. કોંગ્રેસના શાસનમાં જે કાપડ ઉદ્યોગ ૨૪ ટકા રોજગાર આપતો હતો તે આજે ૧૧ ટકા પણ રોજગાર આપતો નથી. ગુજરાતમાં ૮૯ ટકા મહિલા અને ૯૦ ટકા પુરૂષો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં વધારો થયો છે.

(11:52 am IST)