Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

નડિયાદ:ઉછીના નાણા પરત ન આપી હુમલો કરનાર મિત્રને અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ : નડિયાદ સેશન્સ કોર્ટે ત્રણ વર્ષ અગાઉના એક મિત્રએ બીજા મિત્રને જીલવેણ ઇજાઓ પહોચાડવાના બનાવમાં આજે સજા ફટકારી છે.બનાવમાં કોર્ટે આરોપીને સજા અને મોટી રકમનો દંડ ફટકાર્યો છે.મિત્રએ આપેલ નાણા પરત આપવાના મામલામાં હિચકારુ કૃત્ય કર્યુ હતુ.

મળતી વિગતો અનુસાર મૂળ નવીદિલ્હીના અને અમદાવાદ રોજગાર અર્થે આવેલ મનદીપસિંહ ઉર્ફે મણી ઉર્ફે ડૉકટર મહેશભાઇ ચીકનને અર્જુન ઉર્ફે સિંકદર ઉર્ફે વકીલ મહેન્દ્રકુમાર આચાર્ય સાથે મિત્રતા થઇ હતી.એક વખત અર્જુનને નાણાંકીય ભીડ ઉભી થતા તેને મનદીપ પાસેથી નાણાંની માંગણી કરી હતી. જેથી મનદીપે રૂા.૫૦, ૦૦૦ જેટલી રકમ અર્જુનને  ઉછીની આપી હતી.થોડા સમય બાદ મનદીપે અર્જુન પાસે ઉછીના આપેલ પૈસાની માંગણી કરી હતી.પરંતુ અર્જુનના મગજમાં પૈસા પરત નહી આપવા અને તેનુ કાસળ કાઢી નાખવાનો વિચાર આવ્યો હતો.જેથી એક દિવસ પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે અર્જુન મનદીપને મોટર સાયકલ પર બેસાડી મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે જમીન જોવા લઇ ગયો હતો.માંકવા ગામની સીમમાં વાત્રક નદી વિસ્તારમાં લઇ જતા મોટર સાયકલ રેતીમાં ફસાઇ જતા મોટર સાયકલ પર સવાર બંને મિત્રો નીચે ઉતરી ગયા હતા.અને ચાલતા જમીન તરફ જવા નિકળ્યા હતા સમયે આગળ ચાલતા મનદિપ ખભે અર્જુને હાથ મૂકીન બોલાવ્યો હતો.જેથી મનદિપ પાછળ જોતા અર્જુને ખિસ્સામાંથી છરો કાઢી મનદિપના ગળા ઉપર ઘા માર્યો હતો પરંતુ બીજો ઘા મારવા જતા મનદીપ સતર્ક થઇને આગળ દોડી ગયો હતો અને રસ્તે જતા ગ્રામજનો પાસે મદદ માંગી હતી.તે સમયે અર્જુન અને ભરતભાઇ નવઘણભાઇ ભોઇ રહે,માંકવા ત્યાથી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.આજરોજ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ઘવલ આર. બારોટે ૨૪ જેટલા સાક્ષીઓને કોર્ટમાં તપાસ્યા હતા.તેમજ ૨૦ જેટલા દસ્તાવેજી પૂરાવા રજૂ કરી કોર્ટ સમક્ષ દલીલો કરી હતી.જે દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી અર્જુન ઉર્ફે સિંકદર ઉર્ફે વકીલ મહેન્દ્રકુમાર આચાર્ય રહે,૧૭૬ અધ્યારૂની ખડકી સઇ શેરી ખોખરા ગામ અમદાવાદને દોષિત ઠેરવી વિવિધ કલમો હેઠળ સજા ફરમાવી છે.

(5:22 pm IST)