Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ : નવ નિર્મિત ચેકડેમ પાણીમાં ગરકાવ :ઓરંસગ નદી બે કાંઠે

છોટાઉદેપુર તાલુકામાં 2.6 ઈંચ, બોડેલીમાં 2.3 ઈંચ, પાવીજેતપુરમાં 2 ઈંચ, ક્વાંટ અને સંખેડા તાલુકામાં 1.4 ઈંચ વરસાદ

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં 2.6 ઈંચ, બોડેલીમાં 2.3 ઈંચ, પાવીજેતપુરમાં 2 ઈંચ, ક્વાંટ અને સંખેડા તાલુકામાં 1.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે જિલ્લાની સૌથી મોટી ઓરંસગ નદી બે કાંઠે વહેતી થઈ છે. છોટાઉદેપુર પાસે નવ નિર્મિત ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 76.04 ટકા વરસાદ વરસી ચુક્યો છે. છોટાઉદેપુર તાલુકામાં 123.65 ટકા, જેતપુર પાવીમાં 82.22 ટકા, નસવાડીમાં 58.64 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. નસવાડીમાં આજ સવાર થી ધોધમાર વરસાદ પાડવાનો શરૂ થયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છે. ગુજરાતમાં આગામી ચાર દિવસમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

(9:37 pm IST)