Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાજ્યના મત્સ્ય ઉદ્યોગના વીકાસ રક્ષણ માટે સરકાર પાછીપાની નહીં કરી : ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ગૃહને ખાત્રી

રાજ્ય સરકારે 3 વર્ષમાં માછીમારોના કુટુંબને રૂ.569.42 લાખની સહાય ચૂકવી ઉપરાંત 179 અવેરનેશ કાર્યક્રમો પકન યોજાયા છે.

ગાંધીનગર : વિધાન સભામાં આજે તાકીદની જાહેર અગત્યની ચર્ચા કર્તા પ્રદીપસિંહ જાડેજાએ રાજ્ય સરકારે માછીમારીના વીકાસ માટે કરેલી કામગીરીની અહેવાલ રાજુ  કર્યો હતો તાજેતરમાં પાકિસ્તાનની મરીન એજન્સીની ચાંચિયાગીરીએ નાપાક હરકત કરીને પોરબંદરની ૬ અને વેરાવળની ૨ બોટો તથા ૪૫ જેટલા માછીમારોને મશીનગનના નાળચે બંદીવાન બનાવીને અપહરણ કરતાં માછીમારોમાં અને તેઓના પરિવારજનોમાં ફેલાયેલ ભય અને રોષ દૂર કરવા સરકારે લીધેલા કે, લેવા ધારેલા પગલાં સંદર્ભે ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર માન.

           મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરતી સૂચના અન્વયે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની નાપાક હરકત હરગીઝ ચલાવી લેવામાં આવશે નહીં. ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવતાગુજરાત રાજ્યની સરહદ નાપાક પાકિસ્તાનની સરહદ સાથે પણ જોડાયેલી હોવાથી ગુજરાતની સુરક્ષા એજન્સીએ વિશેષ સતર્કતા ધરાવે છે. ગુજરાત રાજ્યના આંતરદેશીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં મત્સ્યઉદ્યોગના રક્ષણ, સંરક્ષણ, વિકાસ અને નિયમન કરવા માટે અને તેની સાથે સંકળાયેલ અથવા તેને અનુષાંગિક બાબતો માટેની જોગવાઈ કરવા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ ૨૦૦૩ માં સુધારા બાબતે વટહુકમ લાવવામાં આવ્યો છે, જેમાં કાલ્પનિક (notional) આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા અને આંતરિક સુરક્ષા ની વિગતો ઉમેરવામાં આવી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં કુલ ૨૮,૮૧૧ ફીશીંગ બોટો રજીસ્ટર્ડ થયેલી છે. રાજ્યની ફીશીંગ બોટો આંતરરાષ્ટ્રિય દરીયાઇ સીમા ઓળંગે નહીં તે માટે ફીશીંગ બોટોને ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (જી.પી.એસ.) સાધનની ખરીદી ઉપર યુનિટ કોસ્ટ રૂ. ૪૦,૦૦૦/-ના પ૦ ટકા લેખે રૂ. ૨૦,૦૦૦/- મહત્તમ સહાય આપવામાં આવે છે. આ રજીસ્ટર્ડ થયેલી બોટો પૈકી ૫,૩૭૫ બોટોને રૂ. ૯,૭૬,૧૪,૮૫૫/- ની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

મંત્રીશ્રી જાડેજાએ વધુમાં ઉમેર્યું કે ભારત સરકારે ઇસરો મારફત ગુજરાત અને કર્ણાટક રાજ્યમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે બોટ્સમાં ટ્રાન્સપોન્ડર્સ ફીટ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રથમ તબક્કે ૫૦૦ બોટસ પૈકી ૪૪૦ બોટસમાં ટ્રાન્સપોન્ડર્સ ફીટ કરવામાં આવ્યા છે. જેના કારણે ઇસરો દ્વારા સેટેલાઇટ મારફતે બોટસનું અસરકારક મોનીટરીંગ શક્ય બનનાર છે. છેલ્લા ત્રણ વર્ષમાં પકડાયેલા માછીમારોનાં કુટુંબને ચૂકવવામાં આવેલી સહાય સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ રૂ. ૧૯૧.૩૬ લાખ, વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ રૂ. ૧૮૨.૭૫ લાખ અને વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ રૂ. ૧૯૫.૩૧ લાખ મળી છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂ. ૫૬૯.૪૨ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા માછીમારોના કુટુંબને ચુકવવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે પુલવામામાં આતંકવાદી હુમલાના 13 મા દિવસે, 26 મી ફેબ્રુઆરી 2019 ના રોજ ભારતે પાકિસ્તાન જોડે બદલો લઈ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન સરહદમાં એર ફોર્સ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક દ્વારા જૈશ-એ-મોહમ્મદના કંટ્રોલ રુમનો સંપૂર્ણપણે નાશ કરાયો હતો. એટલું જ નહીં ઉરીમાં થયેલા આતંકવાદી હુમલાના ૧૦માં દિવસેજ ભારતીય સેનાએ યોજનાબધ્ધ રીતે મધ્ય રાત્રીએ પાકિસ્તાની સરહદમાં ત્રણ કિલોમીટર સુધી અંદર ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાને ટાર્ગેટ કરી નેસ્તનાબૂદ કરી નાખ્યા હતા.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી ઘ્વારા ગુજરાતના માછીમારોને આંતરરાષ્ટ્રીય જળ સીમા ઓળંગવાથી ધર૫કડ કરી પાકિસ્તાન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવે છે ત્યારે આ માછીમારોના કુટુંબના જીવન નિર્વાહ માટે સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર મત્સ્યોધોગ વિભાગના ઠરાવ અન્વયે પકડાયેલા માછીમારોના કુટુંબને જે તારીખથી માછીમાર પકડાય તે તારીખથી તેઓ પરત આવે ત્યાં સુધી તે તારીખ સુધીના સમયગાળા માટે કુટુંબ દીઠદૈનિક રૂ. ૩૦૦/-ની આર્થિક સહાય ચુકવવામાં આવે છે.

શ્રી જાડેજાએ જણાવ્યું કે દરિયાઇ સીમા અંકિત ન હોવાથી આંતરરાષ્ટ્રીય જળસીમા ભંગના બનાવો અવાર નવાર બને છે અને આંતરરાષ્ટ્રીય જળસીમાની આજુબાજુ માછીમારી કરતી બોટોને તથા માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા પકડવામાં આવે છે.માછીમારો દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગવાના કિસ્સાઓ ન બને તે માટે ગુજરાત રાજ્યના અગત્યના બંદરો પર વિવિધ એજન્સીઓ જેવી કેકોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નેવી વગેરેના સહકારથી બેઠકો યોજી માછીમારો, બોટ માલિકો, માછીમાર આગેવાનો તથા બોટ એસોસીએશનોને સમજણ આપવા/સજાગ કરવા માટે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૦૪-૦૫ થી સને ૨૦૧૯-૨૦ સુધી કુલ ૧૧૨૧ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૮, વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૭ અને વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૪ મળી છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧૭૯અવેરનેશ કાર્યક્રમો કરવામાં આવ્યા છે.

(8:56 pm IST)
  • રાહુલ ગાંધી આકરા મીજાજમાં કહે છે કે મોદી સરકારે કૃષિ બીલ પસાર કરાવી ખેડૂતો વિરૂધ્ધ મોતનું ફરમાન કાઢયુ છે. લોકશાહી લજજીત બની છે જે કિસાન ધરતીમાંથી સોનુ ઉગાડે છે, મોદી સરકારનું ઘમંડ તેમની આંખોમાંથી લોહીના આંસુ વહાવે છે. access_time 11:31 am IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST

  • ભુજમાં પાંચ કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ:ભુજ - ખાવડા રોડ પર સરપટ નાકા પાસે દબાણ હટાવાયા:11 દુકાનો તોડવામાં આવી:ભુજ પ્રાંત દ્વારા શહેરમાં દબાણ હટાવની ઝુંબેશ વેગવાન access_time 6:32 pm IST