Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

એટીએમ કાર્ડ રિડરની ચોરી કરીને તેના ડેટાથી ક્‍લોનિંગ મશીન દ્વારા ડુપ્‍લીકેટ એટીએમ કાર્ડ બનાવીને લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડતી ગેંગને સુરત શહેર ક્રાઇમ બ્રાંચને ઝડપી લીધી

સુરત: શહેરમાં એ.ટી.એમ માંથી કાર્ડ રિડરની ચોરી કરી તેના ડેટાથી ક્લોનિંગ મશીન દ્વારા ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ બનાવી લોકોના ખાતામાંથી દેશના અલગ અલગ રાજ્યોના એ.ટી.એમ માંથી રોકડા રૂપિયા ઉપાડતી આંતરરાજ્ય ગેંગને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે. બિહારની આ ગેંગ ફ્લાઈટમાં અવર જવર કરતી હતી. બુરખામાં ઉભેલા આ પાંચ શખ્સો માત્ર સુરત નહીં પરંતુ બિહાર, યુપી અને દિલ્હી સુધી લોકોની મહેનતથી કમાયેલી લાખોની મૂડી ચપટીમાં ઉપાડી લેતાં હતાં. સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત કેટલાક પોલીસ મથકોમાં એવી ફરિયાદ નોંધાય હતી કે ફરિયાદીઓના બેન્ક એકાઉન્ટમાંથી કોઈએ રૂપિયા ઉપાડી લીધા છે.

જોકે તેમને કોઈ પણ ટ્રાન્જેક્શન કર્યું નથી. સતત મળતી ફરિયાદોને પગલે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જે બેન્કોમાં ઘટના બની હતી તે બેંકો, એટીએમ સેન્ટરોની તપાસ કરી હતી. સાથે જ  હિટાચી કંપનીનો સંપર્ક કરી ડુપ્લિકેટ એ.ટી.એમ કાર્ડ દ્વારા બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડ કરી લેતા વ્યક્તિનો સુધી પહોચવાના પ્રયત્નો હાથ ધર્યા હતાં. જેમાં ટેકનિકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી ફુટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે માહિતી મળી હતી કે મૂળ બિહારના ગયા જિલ્લાના ટંનટુપા ગામના બીટ્ટુ કુમાર નવીનસીંગ ભુમિહાર, હીમાંશુ શેખર ભુમિહાર, મુરારીકુમાર વિજય પાંડે, રીતુરાજસીંગ ઉર્ફે બીટુ નિરજસીંગ ભુમિહાર અને સોનકુમારસીંગ બીપીનસીંગ ભુમીહાર એજ ગેંગના સભ્યો છે.

જે એટીએમ કાર્ડ ક્લોન કરી લોકોના રૂપિયા ઉપાડી લેતાં હતાં. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાએ જણાવ્યું કે પકડાયેલા આરોપીની પુછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે વોન્ટેડ આરોપી મનિષકુમાર સાથે મળી બિહારથી દિલ્લી અને દિલ્લીથી સુરત ફ્લાઈટ મારફતે આવીને સુરત શહેરમાં ડીંડોલી, ઉધના, લિમ્બાયત, સચિન, સચિન જી.આઈ.ડી.સી, પાર્ડેસરા, પુણા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ આવેલ એન.સી.આર કંપનીના એક્સિસ બેન્કના એ.ટી.એમ. ટાર્ગેટ કરીને એક્સિસ બેન્કના એ.ટી.એમ.મશીનનુ હુડ ડુપ્લેકટ ચાવી વડે ખોલી એટીએમ માંથી પૈસા ઉપાડવા આવતાં કાર્ડ ધારકોના ડેટા ચોરી કરવાના એ.ટી.એમ.ના કાર્ડ રીડરમાં ચીપ ઇન્સર્ટ કરી કાર્ડનો ડેટા કોપી કરી ચોરી કરતુ સ્કીમર ડીવાઇસ ફીટ કરતા હતાં.

જ્યારે કોઈ વ્યક્તિ એ.ટી.એમ.મીશનમાં કેશ ઉપાડવા આવતા ત્યારે તે વ્યક્તિઓની આજુ બાજુમાં ઉભા રહી જઇ તે વ્યક્તિના કાર્ડના પીન નંબર તથા એ.ટી.એમ કાર્ડ પર રહેલા છેલ્લા ચાર ડીઝીટ જોઇ લખી લઇ એટીએમ મશીનોમાંથી કાર્ડ રીડર ચોરી કરી તે ચોરી કરેલ પીન નંબર તથા કાર્ડ નંબરોની માહીતી તથા સ્કીમર મશીન દ્વારા ચોરી કરેલા ડેટાની માહીતી સરખાવી એ.ટી.એમ. કાર્ડનો આખો નંબર તથા તેનો ચોરી કરેલ પીન નંબરની માહીતી આધારે દિલ્હી તથા બિહાર જઇ પોતાની પાસેના ચોરીના એટીએમ કાર્ડમા રાઇટર સોફ્ટવેરના મદદથી સ્કીમર મશીન દ્વારા એકત્રીત કરેલા એ.ટી.એમ.ના ડેટાની માહીતી બ્લેક કાર્ડમા રાઇટ કરી તે એટીએમ કાર્ડ ક્લોન કરીને દિલ્લી ફિરોજપુર જઈ એ.ટી.એમ માંથી પૈસા ઉપાડી લેતાં હતાં.

સુરત ઉપરાંત મુબઈ, દિલ્લી, બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાં આ રીતે ગુનાઓ કર્યા હતાં. શહેરમાં જેની તપાસ અલગ હાલ અલગ ચાલુ પોલીસ છે, આ સાથે બેંકમાંથી ઉપાડી લઈ ઘરફોડ કરી તથા અન્ય મળી કુલ -૧૦ અરજીઓ આરોપીઓ સામે મળી છે, જેનો ભેદ ઉકેલાય ગયો છે. હાલમાં પણ તેમજ આરોપીઓ એ સચિન જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ એકિસસ બેન્કના એ.ટી.એમ માં સ્કિમર લગાવેલ છે.

પોલીસ તપાસમાં સુરત શહેરના ડીડોંલી પોલીસ સ્ટેશન, પાંડેસરા પોલીસ સ્ટેશન, લિંબાયત પોલીસ સ્ટેશનના ચાર ગુના તથા ડુપ્લીકેટ એટીએમ કાર્ડ દ્વારા પડાવી લીધાના પાંડેસરા પોલીસ સ્ટેશન, ઉધના પોલીસ સ્ટેશન, પુણા પોલીસ સ્ટેશન, પાંડેસરા પોલીસ સ્ટેશન, ડીડોંલી પોલીસ સ્ટેશન અને ડી.સી.બી પોલીસ સ્ટેશનના ગુનાઓ કર્યાની કબૂલાત કરી હતી. આરોપીઓ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિતના રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં વોન્ટેડ છે. એસીપી સરવૈયાએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે આરોપી ધોરણ બાર સુધી ભણ્યા છે, કેટલાક કોલેજ અધવચ્ચે જ છોડી દીધી હતી. બિહારના ગયા જિલ્લાના ટુંનટુપા ગામમાં રહેતાં મોટાભાગના લોકો આજ કામ સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જ આ તમામે ટ્રેનિંગ લીધી હતી. વધુ એમ પણ જણાવ્યું હતું કે એક્સીસ બેંકના એટીએમમાં કેટલીક ટેક્નિકલ લુપહોલ છે, જેનો ફાયદો આરોપીઓએ ઉઠાવ્યો છે. લોકોને અપીલ કરતાં સરવૈયાએ જણાવ્યું હતું કે લોકો જ્યારે પણ એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા જાય ત્યારે ત્યાં કોઈ વ્યક્તિ હાજર છે કે નહીં તેનું ધ્યાન રાખે, જો કોઈ વ્યક્તિ હોય તો તેને બહાર જવાનું કહી દે, સાથે જ મશીન પર એક વખત હાથ ફેરવી જુએ જેથી કોઈ સ્કેનર કે અન્ય વસ્તુ લગાડી હોય તો તેની જાણ થઈ શકે.

(4:39 pm IST)
  • ભારત સાથે એલએસીના વધી રહેલા ઘર્ષણ વચ્ચે, ચીની સૈન્ય PLA દ્વારા એક અહેવાલ મુજબ 3 નવા મોરચા ભારત વિરુધ્ધ ખોલવામાં આવ્યા છે. દક્ષિણ ચીન સમુદ્રમાં કવાયત હાથ ધરવાની સાથે ચીની સૈન્યની પશ્ચિમી થિયેટર કમાન્ડ દ્વારા તાજેતરમાં ઝિંજિયાંગ અને તિબેટમાં પણ સૈન્યબળ વધારવામાં આવી રહયાનું જાણવા મળે છે. access_time 7:28 pm IST

  • માંડવી તાલુકાના કોડાય ગામ પાસેથી રોયલ્ટી વગર રેતી (ખનીજ) ભરેલા બે ટ્રેકટર તથા એક હાઇવા ડમ્પર ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ, ભુજ access_time 6:34 pm IST

  • 188 દિવસના ઇન્તજાર પછી આજ સોમવારે ખુલ્લો મુકાયો ભારતની શાન સમો ' તાજમહેલ ' : કોવિદ -19 ના નિયમોના પાલન સાથે તાજના દીદાર જોવાનો લહાવો આજથી શરૂ : એક દિવસમાં 5 હજારથી વધુ પ્રવાસીઓને પ્રવેશ નહીં access_time 1:50 pm IST