Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વિધાનસભા સત્રનો પ્રારંભઃ નીતિનભાઈ પટેલ દ્વારા કોરોના માટે સંકલ્‍પ

સદ્દગત નેતાઓને શ્રધ્‍ધાંજલી અર્પણઃ કોંગીના બે ધારાસભ્‍યો બેનરો સાથે વિધાનસભામાં પહોંચ્‍યા

ગાંધીનગર : ચૌદમી વિધાનસભાનું વર્ષ ૨૦૨૦નું ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે.  કોંગ્રેસના બે ધારાસભ્‍યો બેનરો સાથે વિધાનસભામાં આવ્‍યા હતા અને ભાજપ સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા. સદ્દગત નેતાઓને શ્રધ્‍ધાસુમન અર્પણ કરવામાં આવેલ. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રધ્‍ધાંજલી અર્પી પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ.

આજે વિધાનસભાગૃહમાં નાયબ મુખ્‍યમંત્રી નિતીન પટેલ અને રાજયકક્ષાના ગૃહમંત્રીએ સરકારી સંકલ્‍પ મુકયો હતો. જેમા પર ગૃહના સભ્‍યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારીના જંગનો મક્કમતાપૂર્વક સફળ મુકાબલો કરી રહેલ છે. આ જંગમાં કોરોના વોરિયર્સની ભૂમિકા ખૂબ જ પ્રશંસનીય રહી છે જેને કારણે રાજયમાં કોરોના સંક્રમણને મહદઅંશે નિયંત્રણમાં રાખી શકાયું છે.

તબીબો, નર્સો, પેરામેડીકલ સ્‍ટાફ, સુરક્ષા દળો અને રાજયનું પોલીસ દળ, સફાઈ કર્મયોગીઓ, જાહેર પુરવઠા વિતરણ સાથે સંકળાયેલ કર્મયોગીઓ, સેવાભાવી સંસ્‍થાઓ સહિત સૌ કોઈ કોરોના વોરિયર્સની કામગીરીને આ સભાગૃહ હૃદયપૂર્વક બિરદાવે છે અને આ કપરા સમયમાં તેઓએ આપેલી સેવાઓની નોંધ લે છે. જે કોરોના વોરિયર્સ દિવંગત થયા તેઓને અંજલી આપી તેમના કૂંટુંબીજનો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરે છે.

પ્રજાના આરોગ્‍ય અને સલામતી અર્થે સમગ્ર પોલીસતંત્રે સ્‍ટેન્‍ડ ટુ રહી લોકજાગૃતિ કેળવવામાં, સોશિયલ ડીસ્‍ટન્‍સીંગ જાળવવામાં અને લોકડાઉનનું ચૂસ્‍તપણે પાલન કરાવવામાં રાત-દિવસ ખડેપગે ફરજ બજાવી છે. કોરોનાનો ભોગ બનેલા દદીઓ માટે રાજયની સરકારી હોસ્‍પિટલો તેમજ ખાનગી હોસ્‍પિટલોમાં સારવારની ઉત્‍કૃષ્ટ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જેમાં સરકારી હોસ્‍પિટલના તબીબો, ખાનગી હોસ્‍પિટલો સાથે સંકળાયેલા તબીબો તેમજ રાજયના નામાંકિત ડોક્‍ટરો તથા પેરામેડીકલ સ્‍ટાફે સ્‍વૈચ્‍છિક સેવાઓ આપી સેવા યજ્ઞમાં જોડાયેલ છે.

કોરોના સંકટમાં લોકડાઉનના સંપૂર્ણ અમલ અને સોશિયલ ડિસ્‍ટિન્‍સંગની જાળવણી માટે અદ્યતન ટેક્‍નોલોજીનો પોલીસતંત્રએ ઉપયોગ કરી ડિજિટલ પેટ્રોલિંગ - સર્વેલન્‍સને પરિણામલક્ષી બનાવ્‍યું હતું. અમદાવાદ શહેરમાં સેન્‍ટ્રલાઈઝ ડ્રોન કમાન્‍ડ સેન્‍ટર દ્વારા કાર્યરત ડ્રોનની મદદથી સોશિયલ ડિસ્‍ટિન્‍સંગના અમલીકરણ પર નજર રખાઈ. જાહેર માર્ગો ઉપર પણ પોલીસ દ્વારા ટેક્‍નોલોજીના માધ્‍યમથી લોકડાઉનનો અમલ કરાયો. લોકડાઉન દરમ્‍યાન વ્‍યાજબી કારણ વગર લોકોનું ભેગા થવુ, પ્રતિબંધિત ચીજવસ્‍તુઓનું વેચાણ કરવું, ટ્રાફીકના નિયમોનું ઉલ્લંદ્યન કરવું, ધાર્મિક સ્‍થાનો ઉપર લોકોની ભીડ એકઠી થવાની ઘટનાઓ, માસ્‍ક ન પહેરવાની ઘટનાઓ સામે પોલીસતંત્રએ વિડિયોગ્રાફી કે વિશ્વાસ પોજેક્‍ટ હેઠળ સી.સી.ટી.વી. નેટવર્કના ફૂટેજના આધારે અનેક ગુના નોંધી સંક્રમણના સમયમાં નોંધપાત્ર કામગીરી બજાવી.

 રાજય સરકારે આ વૈશ્વિક મહામારી સમયે મુખ્‍યમંત્રીશ્રીના નેતૃત્‍વમાં આરોગ્‍ય રક્ષા, અન્ન સુરક્ષા, આર્થિક ગતિવિધી સહિતની બાબતોમાં શ્રેણીબધ્‍ધ પગલા ભરેલ છે. રાજયના ચાર મહાનગરોમાં ૨૨૦૦ બેડની ક્ષમતાવાળી કોવિડ-૧૯ ડેડિકેટેડ હોસ્‍પિટલ ઉભી કરાઈ તેમજ ૧૧૦૦ થી વધુ ધન્‍વન્‍તરી રથો-મોબાઈલ ડિસ્‍પેન્‍સરીથી પ્રજાને તબીબી સેવાઓ પુરી પડાઈ. રાજયના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષીય સુધારણા માટે રાજય સરકાર દ્વારા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના સર્વગ્રાહી પગલા લેવાઈ રહ્યા છે.

 રાજયના ઉદ્યોગ-ધંધા પુનઃ વેગવંતા બને તે માટે ૧૪૦૦૦ કરોડનું આત્‍મનિર્ભર ગુજરાત સહાય પેકેજ જાહેર કરાયું, પ્રજાજનોમાંથી કોરોનાનો ડર દુર કરવા ‘હું પણ કોરોના વોરિયર્સ છું' અભિયાન હાથ ધરાયું. ખાસ કરીને વડીલ-વયસ્‍કો, સગર્ભા માતા, નાના બાળકો જેવા વલ્‍નરેબલ ગ્રૂપમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ વ્‍યુહરચના દ્યડવામાં આવી છે. રાજયમાં કોરોના વાયરસ માટેની રસીના ઉત્‍પાદન સંદર્ભમાં પણ ર કામગીરી મહત્‍વપૂર્ણ તબક્કામાં છે. સંકટની આ દ્યડીમાં રાજયના પ્રજાજનોએ આપેલા સહકારની પણ આ સભાગૃહ નોંધ લે છે.

 પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજયનું વહીવટી તંત્ર, તબીબી આલમ સહિત કોરોના વોરિયર્સ સાથે ખભેખભા મિલાવી દરેક જીલ્લો, શહેર અને ગામ આ સંકટ સામે લડે તે માટે અને કોરોના નેસ્‍તનાબૂદ કરે તે માટે આ સભાગૃહ સંકલ્‍પ કરે.

(3:40 pm IST)
  • કોવિદ-19 ને કારણે બંધ કરાયેલી દેશની 14 લાખ જેટલી આંગણવાડી ફરીથી ચાલુ કરાવો : બાળકો માટે પોષણયુક્ત આહારની વ્યવસ્થા અટકી ગઈ છે : સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ : કોર્ટએ કેન્દ્ર તથા રાજ્ય સરકારો પાસે ખુલાસો માંગ્યો access_time 6:00 pm IST

  • કોરોનાના કહેર વચ્ચે નવા પોઝીટીવ કેસ કરતા સતત ત્રીજા દિવસે સ્વસ્થ થનારની સંખ્યા વધુ : રિકવરી રેઈટ 80 ટકા નજીક પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 82,559 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 54,80,779 થયો : 10.03,443 એક્ટીવ કેસ : વધુ 88,996 દર્દીઓ સાજા થતા કુલ 83,88,690 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 87,867 થયો access_time 12:02 am IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST