Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગોધરા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન :ખેડૂતોમાં ખુશીનો માહોલ '

ગોધરા પંથકમા ફરી મેઘરાજાનું આગમન થયું છે. કાળા ડીબાંગ વાદળો સાથેના વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ગતિએ વરસાદે વરસવાનું ચાલુ કર્યું હતું.

  ગોધરાના શહેરા હાલોલ કોલોલ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો હતો. વરસાદના કારણે વાતાવરણ આલ્હાદક બની ગયું હતું. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાયો હતો

(8:35 pm IST)