Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ઉપવાસ આંદોલનઃ હાર્દિકને કોંગ્રેસનું સમર્થનઃ કોંગ્રેસના ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રીને મળી ઉપવાસની મંજુરી આપવા માંગણી કરી

રાજકોટ તા.ર૧ : ર૦થી વધુ ધારાસભ્યો કોંગ્રેસના આજે હાર્દિક પટેલના સમર્થનમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલને મળ્યા હોવાનું ટીવી અહેવાલો જણાવે છે. તેમણે હાર્દિકને ઉપવાસ માટે મંજુરી આપવા,  અલ્પેશ કથીરીયા સામેના રાજદ્રોહ કેસની અંદર બચાવમાં રજુઆત કરી હતી : શિક્ષણમાં વેપારીકરણ અંગે, રાજયમાં આરોગ્યની કથળતી જતી સ્થિતિ અંગે ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા અને વધતી જતી બેરોજગારીના મુદે ભારપુર્વક રજૂઆત કર્યાનું આ અહેવાલમાં જણાવાયું છે : નાયબ મુખ્યમંત્રીએ તેઓની રજુઆત સાંભળી હતી અને ખાત્રી આપી હતી કે તમારી વાત હું મુખ્યમંત્રી સુધી પહોંચાડીશ.

(4:39 pm IST)