Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ગીર ગાયની ભારતમાં નથી થતી તેટલી પ્રેમાળ માવજત થાય છે બ્રાઝિલમાં

આપણે કિંમત ન કરી પણ બ્રાઝિલે ગીર ગાયના મહત્વને સમજ્યું : આજે બ્રાઝિલની ડેરી પ્રોડકટ દુનિયાભરમાં વખણાય છે : ખુદ ગીરમાં જેટલી નથી તેના કરતા અનેકગણી ગીર ગાય બ્રાઝિલમાં : બ્રાઝિલમાં ભારતીય પ્રજાતીની ગાયનો થઇ રહ્યો છે વધુ સારો ઉછેર : ગીર ગાય આપે છે રોજના ૩૦-૪૦ લીટર દૂધ બ્રાઝિલમાં રોજનું ૬૦-૭૦ લીટર દૂધ

વડોદરા : બ્રાઝિલમાં પોતાનું ફાર્મ ચલાવતા ૪૮ વર્ષના ગિલેરમે સેથેટીમ પોતાની ૪૦૦ ગાય પૈકી એક ગાયનું વિશેષ ધ્યાન રાખે છે અને તેની સાથે પોતાની પોર્ટુગીઝ ભાષા નહીં પણ ગુજરાતીમાં પુછે છે કેમ છો ? મજા મા ? મસમોટ ગ્રીન ફાર્મમાં ૪૦૦ ગાયો વચ્ચે પોતાના માલિકની ફેવરીટ બનેલી આ ગાયનું નામ ઇલ્હા બેલા છે. જોકે તે ૭ મહિનાની પ્રેગ્નેન્ટ છે એટલે કે સપ્ટેમ્બરમાં તેના બચ્ચાને જન્મ આપશે તેટલે જ માલિક તેનું ધ્યાન રાખે તેવું નથી પણ હકીકતમાં સમગ્ર બ્રાઝિલના ડેરી બિઝનેસમાં મોટો બદલાવ લાવી હોય અને અહીંના ડેરી બિઝનેસને વિશ્વ કક્ષાએ ટોપ પહોંચાડયો હોય તો તે આ ગાયની પ્રજાતી ગીર પ્રજાતીની ગાય છે.

વર્ષ ૧૯૬૦માં સેથેટીમના દાદા સેલ્સો ગાસીંયા સીડે ભાવનગરના મહારાજા પાસેથી વિખ્યાત સાંઢ ક્રિશ્ના ખરીદ્યો હતો. ઈહા બેલા આજ લિજેન્ડરી ક્રિષ્નાની પર પ્રપૌત્રી છે એટલે કે ચોથી પેઢી છે. સેથેટિમે કહ્યું કે, 'ગીર બ્રિડની ગાય ખૂબ જ પ્રેમાળ, શાંત અને માલિક સાથે મળીને કામ કરે છે. તેમનામાં માતાનું વાત્સલ્ય હોય છે. હવે ઈલ્હાબેલા સાથે અમે ફરી ગીર ગાયની સંખ્યા વધારવા માગીએ છીએ. આગામી ૩-૪ વર્ષમાં અમે પ૦ જેટલી ગીર ગાય અમારા ફાર્મમાં વસાવવા માગીએ છીએ.'

બ્રાઝિલિયન ઝેબુ કેટલ બ્રીડર્સ એસોસીએશનના આંકડા મુજબ દક્ષિણ અમેરિકાના આ દેશમાં હાલ કુલ ૩.૩૭ લાખ ગીર પ્રજાતીની ગાય નોંધાયેલ છે જે તેની મૂળ જગ્યા ગુજરાતના ગીરમાં હાજર સંખ્યા કરતા કયાંય વધારે છે. હાલ ગીરમાં આ પ્રજાતીની ફકત ૩૦૦૦-પ૦૦૦ જેટલી જ ગાય છે. સેથેટિમે કહ્યું કે, 'બ્રાઝિલમાં રહેતા ગીર ગાયની પ્રજાતિના ૮૦% પશુઓ સીધા જ ક્રિષ્ના નામના સાંઢના વંશજો છે. જેને મારા દાદા ગુજરાતથી લઇ આવ્યા હતાં. '

સેથેટિમે કહ્યું કે, 'મારા દાદા માટે ક્રિષ્ના પહેલી નજરનો પ્રેમ હતો. જયારે ૧૯પ૮માં પહેલીવાર સેલ્સો ગાર્સીયા સીડે ક્રિષ્નાનો ફોટોગ્રાફ જોયો ત્યારે તે ફકત વાછરડો હતો. જયારે તેને બ્રાઝિલ લાવવામાં આવ્યો ત્યારે તે ને બ્રાઝિલ લાવવામાં આવ્યો ત્યારે તે ફકત ૧૦ વર્ષનો હતો. પરંતુ એક વર્ષ બાદ એક નર સંતાન આપીને તેનું મૃત્યુ થયું હતું. જેનું નામ ક્રિષ્ના સકિના રાખવામાં આવ્યું. તેનો જન્મ ક્રિષ્ના અને સકીના નામની ગીર ગાયના સંયોગથી થયો હતો માટે તેનું નામ આ રીતે પાડવામાં આવ્યું હતું. મારા દાદાનો ક્રિષ્ના માટેનો પ્રેમ એટલો હતો કે તેના મૃત્યુ બાદ તેનું મમ્મી પણ બનાવવામાં આવ્યું હતું.'

બ્રાઝિલમાં ભારતીય પ્રજાતીના દુધાળા પશુઓને ઝેબુ કહેવાય છે. ૧૯૬૦થી ૧૯૬રમાં સેલ્સો ગાર્સીયા સીડે દ્વારા ભારતથી લાવવામાં આવેલ ગીર પ્રજાતીના દુધાળા પશુઓએ બ્રાઝિલના ડેરી ઉદ્યોગની તસવીર જ બદલાવી નાખી છે. આ ગીર ગાયોના કારણે કવોલિટીયુકત દુધનું પ્રોડકશન વધ્યું છે. સિથેટિમે કહ્યું કે, 'મારા દાદાએ ફકત ગીર જ નહીં પણ કાંકરેજ અને ઓનગોલ પ્રજાતીની ગાયને પણ આયાત કરી હતી. પરંતુ ગીર ગાય જ હતી જેણે અમારા ડેરી ઉદ્યોગને એક નવી ચેતના અને દિશા આપી. ત્યારબાદ તેમણે દક્ષ્મિાણ અમેરિકા અને મધ્ય અમેરિકામાં ગીર ગાયના સીમેન તેમજ વાછરડા-વાછરડીનો વેચવામાં આવતા હતા.'

સારૂ દૂધ દેતી એક ગીર ગાય સરેરાશ રોજના ૩૦-૪૦ લીટર દૂધ આપે છે. જયારે કેટલાક કિસ્સામાં આ ગાય રોજના ૬૦-૭૦ લીટર દૂધ પણ આપે છે. આ કારણે એક સારી ગીર ગાય તેના માલિકને ૧૦,૦૦૦ યુએસ ડોલર કમાવી આપે છે જેના કારણે લોકોમાં ગીર ગાય પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે.

નોંધનીય બાબત તો એ છે કે બ્રાઝિલની દરેક ગીર ગાયને વંશપરંપરાગત રીતે પયોર એરિજિન ઇન્ડીયા (પીઓઆઇ) ટેગ આપવામાં આવે છે. આવા દરેક પ્રાણીના ડીએનએ અને વંશ અંગેની માહિતી  બ્રાઝિલના ડેરી સેકટરની એપેકસ બોડી બ્રાઝિલિયન ઝેબુ બ્રીડર્સ પાસે નોંધાયેલ હોય છે. બ્રાઝીલ આ ભારતીય પ્રજાતીના સંવર્ધન દ્વારા દુનિયાભરમાં સૌથી ઉચ્ચ ગુણવત્તાની દુધાળા પશુઓમાં ભ્રૂણ અને તેના સીમનના સપ્લાયર તરીકે સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો છે. આ સાથે જ હવે દુનિયાભરમાં સૌથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ડેરી પ્રજાતી માટે પણ બ્રાજિલને ઓળખાય છે. જયારે ગીર ગાય મૂળ ભારતના ગુજરાતની છે.

(4:20 pm IST)