Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ડાંગના વધઈમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ ખાબક્યો :દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ

સુરત :છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ જિલ્લાના વઘઈમાં સૌથી વધારે 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

   બીજીતરફ મધ્ય પ્રદેશ અને ઉપરવાસમાં સારા વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ ઉપરાંત મધુબન અને કરજણ ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે.

(12:59 pm IST)