Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

રોજગાર નહીં તો બેરોજગારી ભથ્થું આપે સરકાર:ગુજરાત કોંગ્રેસે ઉઠાવી માંગણી

અમદાવાદ :ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા રોજગાર અધિકાર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં મુખ્ય મુદ્દો રોજગારી આપો, જો ન આપી શકો તો બેરોજગારી ભથ્થું આપો તેવો છે.  

   કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 40 લાખ યુવાનો બેરોજગાર છે તેમાં 10 લાખ તો ભણેલા-ગણેલા યુવાનો ગુજરાત સરકારમાં નોંધણી થયેલા છે. બેરોજગારીની સમસ્યાઓ વધતી જાય છે.

(12:11 pm IST)