Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમદાવાદને ડિજિટલ મહિનાથી સપ્ટેમ્બર મહિનાથી બીઆરટીઅેસ બસના મુસાફરોને રોકડના બદલે નેટ બેન્કીંગ કાર્ડ મારફત ટિકીટ લેવી પડશે

અમદાવાદ: સ્માર્ટસિટી મિશનના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ અમદાવાદને ડિજિટલ બનાવવા માટે આગામી 1 સપ્ટેમ્બરથી બીઆરટીએસ સર્વિસમાં ઉતારુઓને ટિકિટ નહીં અપાય. બીઆરટીએસમાં કેસલેશ સિસ્ટમની જાહેરાત મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી છે. જોકે તંત્રના આવા નિર્ણયથી હજારો સામાન્ય નાગરિકો હેરાન થશે.
BRTS બસમાં પ્રવાસ કરવા માટે રોકડ નાણાંથી ટિકિટ લેવાને બદલે નેટ બેન્કિંગ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મ્યુનિ. કોર્પારેશનના જનમિત્ર કાર્ડ અને AMC સેવા મોબાઈલ એપ્લિકેશન પૈકી કોઈપણ એક કાર્ડથી ટિકિટ લેવી પડશે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નાગરિકોને કેશલેશ સેવાનો મહત્તમ લાભ આપવાના હેતુથી બીઆરટીએસ સર્વિસમાં કાર્ડથી પેમેન્ટ વ્યવસ્થા આગામી 1 સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઇન હેઠળ 1૦૦ સ્માર્ટ સિટીઝ માટે 1૦૦ દિવસની ચેલેન્જ જાહેર કરાઇ છે તેના ભાગરૂપે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ નાગરિકોને ટિકિટના બદલે કાર્ડ ફરજિયાત કરવાની દિશામાં આગેકૂચ કરી છે. પરંતુ આ સમગ્ર યોજના હજારો નાગરિકો માટે માથાનો દુઃખાવો બનશે.
ઉલ્લેખનીય છે કે આ દરરોજ બીઆરટીએસમાં 1.70 લાખ ઉતારુઓ સેવાનો લાભ લઇ રહ્યા છે. જેમાંથી 25 થી ૩૦ હજાર ઉતારુઓએ જનમિત્ર કાર્ડ કઢાવ્યાં છે. આમાંથી પણ માત્ર નવ હજાર ઉતારુઓ જનમિત્ર કાર્ડનો દૈનિક ઉપયોગ કરે છે. એટલે હજુ પણ જનમિત્ર કાર્ડ ઉતારુઓમાં લોકપ્રિય બન્યાં નથી.
બીજી તરફ જનમિત્ર કાર્ડ કઢાવવા માટે રૂ.75 ફરજિયાત પણ તંત્રને ચૂકવવા પડે છે. આ નવી વ્યવસ્થાથી બહારગામથી આવતા લોકો પણ મુશ્કેલીમાં મુકાનાર હોવાથી ખુદ શાસક ભાજપ પક્ષમાં જ વિરોધના સૂર ઊઠ્યા છે.
ટિકિટ કેવી રીતે મળશે?
• જનમિત્ર કાર્ડ
• જનયાત્રા મોબાઈલ એપ્લિકેશન
• આપના ડેબિટ/ક્રેડિટ કાર્ડની મદદથી આપ BRTSમા મુસાફરી કરી શકશો.
જનમિત્ર કાર્ડ ક્યાંથી મળશે?
• તમામ BRTS સ્ટેશન
• AMTS ડેપો અને કંટ્રોલ કેબીન
• સિવિક સેન્ટર
• ICICIની બ્રાન્ચ
• 350થી વધુ EasyPay Outlet પરથી

(5:59 pm IST)