Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રાજ્યમાં નવા 16 પોલીસ સ્ટેશનોને મંજૂરી :8 જિલ્લામાં 8 PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ

7 જિલ્લાઓમાં નવી 7 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓને મંજૂરી: મુન્દ્રાના પ્રાગપર, માધાપર અને માંડવી કોડાયા અને જુણગઢના સાસણ ગીરમાં નવા પોલીસ સ્ટેશન બનાવાશે

ગાંધીનગર: રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બનાવવા નવા 16 પોલીસ સ્ટેશનને મંજૂરી અપાઈ છે જયારે  11 જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશનોને મંજૂરી સાથે 8 જિલ્લામાં 8 PSI કક્ષાના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરાયા છે. 7 જિલ્લાઓમાં નવી 7 આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓને મંજૂરી આપી છે  અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળા જી.આઇ.ડી.સી ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

કચ્છ પશ્વિમ, મુન્દ્રાના પ્રાગપર, માધાપર અને માંડવી કોડાયા ખાતે નવા પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. છોટા ઉદ્દેપુરના ઝોઝ (બારીયા તરફ) નવા પોલીસ સ્ટેશની મંજૂરી આપવામાં આવી છે.
જુનાગઢના સાસણ ગીર, દાહોદના બી. ડીવીઝન, પાટણના સરસ્વતીમાં બનશે નવું પોલીસ સ્ટેશન. ભાવનગરના મહુવા ગ્રામ્યમાં, મહિસાગરના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન અને લુણાવાડા પોલીસ સ્ટેશન,સુરત ગ્રામ્યમાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.
સુરત શહેરમાં અડાજણ ખાતે નવું પોલીસ સ્ટેશન અને સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન બનાવવાને મંજૂરી અપાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના ધજાળા ગામે એમ કુલ 16 નવા પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે.

(5:50 pm IST)