Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

રિલાયન્સ ફાઉન્ડેશનનું જળ બચાવો અભિયાન::પાટણ જિલ્લામાં પાણી અને ખેતી સાથે કાર્યરત હવે જળ બચાવ અભિયાનમાં સહભાગી બન્યું

પાટણ જિલ્લામાં ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં વરસાદ ની કમી મહેસૂસ થઇ રહી છે ત્યારે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ માં મોટાપાયે જળ બચાવો અભિયાન અંતરગત જલ શક્તિ અભીયાન ચાલી રહ્યો છે તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ પાણી બચાવવા માટે સુજલામ સુફલામ  મનરેગા વોટર સેડ જેવા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં પાણી અને ખેતી સાથે કાર્યરત ગ્રામીણ વિકાસ મા કામ કરતુ રીલાયન્સ ફાઉંડેશન જળ બચાવો અભિયાન મા સહભાગી બનવા ના ઉદેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરેલ

સમી તાલુકાના માંડવી ગામ માં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મિટિંગનું આયોજન કરેલ જેમા જીજીઆરસી જૈન ઈરીગેશ તેમજ રીલાયન્સ ફાઉંડેશન ના અધિકારીયો હાજર રહેલ

કાર્યક્રમની શરૂઆતમાં વ્રજલાલ રાજગોર દ્વારા મીટીંગ નો હેતુ સ્પષ્ટ કરવામા આવ્યો તેમજ મિટિંગમાં તમામ હાજર લોકોનુ સાબ્દીક સ્વાગત કરેલ ત્યાર બાદ જીજીઆરસી પાટણ ના અધિકારી અલ્પેશભાઈ પટેલ દ્વારા પાણીની જરૂરીયાત પાણી ની અછત પાણી નો વપરાસ અને પાણી બચાવવા જેવા વિષયો સાથે જીજીઆરસી ની ધ્યેય ઉદેશ અને કામગીરી  અને સરકારી સબસીડી ની પ્રાથમીક માહીતી આપેલ ત્યારબાદ જૈન ઈરીગેસન કંપની ના એરીયા મેનેજર પ્રકાસભાઈ યાદવ એ જૈન ઈરીગેસન ની કામગીરી સરકારી ટપક થી થતા ફાયદાઓ ખેડુતો ને ભરવાનો લોકફાળઆ ની સમજ આપેલ ત્યાર બાદ રીલાયન્સ ફાઉંડેશન ના ટીમ લીડર નિરપતસીંગ કિરાર એ રીલાયન્સ ફાઉંડેશન ની ગ્રામ વિકાસ ની કામગીરી અને સરકારની વિવિધ યોજનાઓની મદદ થી ગામ નો વિકાસ કેમ કરવો તેમજ સરકાર ના જલ શક્તિ કાર્યક્રમ મા સહભાગી બનવા વર્ષાદી પાણી ને જમીન મા ઉતારવા હોલીયા ચેકડેમ જેવા કામો મા લોકભાગીદારી વધારવા બાબતે માહીતી આપેલ 

રીલાયન્સ ફાઉંડેશન ના વ્રજલાલ રાજગોર દ્વારા સંપુર્ણ ગામ ના વિકાસ મા લોકભાગીદારી અને સરકારી યોજના અમલીકરણ મા સહયોગ કરી બહાર થી આવતા કર્મચારીયો ને સહયોગ કરવા બાબતે વાત કરેલ, આ કાર્યક્રમ મા માંડવી ગામ ના ૮૫ જેટલા ગ્રામ લોકો એ હાજરી આપેલ સંજયભાઈ જોષી તેમજ માંડવી ગ્રામ પંચાયતે કાર્યક્રમ ને સફળ બનાવવા સહયોગ કરેલ, એવુ વ્રજલાલભાઈ રાજગોર ની યાદી જણાવેલ.

(5:03 pm IST)