Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

નર્મદા ડેમની સપાટી 121.47 મીટરે પહોંચી : છેલ્લા 12 કલાકમાં 21 સેમીનો થયો વધારો

ડેમમાં ઉપરવાસમાંથી 44992 ક્યુસેક પાણીની આવક: ડેમમાં 1340 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો

અમદાવાદ ;રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહયો છે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.47 મીટરે પહોંચી  છે. ડેમમાં ઉપરવાસ માંથી 44992 ક્યુસેક પાણીની આવક થઇ છે ગઈકાલે ડેમની સપાટી 120.92 મીટર હતી. 12 કલાકમાં ડેમની સપાટીમાં 21 સેમીનો વધારો નોંધાયો છે. હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 958 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1340 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે

(12:27 pm IST)