Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સુરતના 54 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના હઅંગોનું દાન ગ્રીન કોરિડોર કરીને મુંબઈના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું .

સુરતમાંથી કુલ બીજી વખત ફેંફસાનું અને 23માં હ્રદયનું દાન કરાયું

સુરત શહેરની 54 વર્ષિય બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના હ્રદય અને ફેંફસાને સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય પ્લેન મુંબઈના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું

 આ અંગે મળતી વિગત મુજબ સુરતના કિરણબેન કલ્પેશભાઈ લાકડાવાલા(ઉ.વ.આ.54)ને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. કિરણબેનની સારવાર બીએપીએસ પ્રમુખ સ્વામિ હોસ્પિટલમાં ચાલતી હતી. આ દરમિયાન પરિવારે કિરણબેનના અંગોનું દાન કરવા નક્કી કરતા તેમના હ્રદય અને ફેંફસાને મુંબઈના મુલુંડની હોસ્પિટલમાં રહેલા દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં.

  કલ્પેશભાઈ લાકડાવાલા અને તેમના પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય કરીને એકનું જીવન બચાવી લેવામાં આવ્યું હતું

    સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ ગુજરાતમાંથી સૌ પ્રથમ વખત ફેંફસાનું દાન કરવામાં આવ્યું હતું તેના થોડા જ દિવસો બાદ કિરણબેનના ફેંફસા અને હ્રદયનું દાન કરાયું છે.

   જેથી સુરતમાંથી કુલ બીજી વખત ફેંફસાનું અને 23માં હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. આ સહિત કિડની, લિવર અને આંખોના દાન પણ શહેરના લોકો દ્વારા કરીને જરૂરીયાતમંદોને નવજીવન આપવામાં આવી રહ્યાં છે.

(8:04 pm IST)