Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

નડિયાદમાં ખિસ્સા કાતરુઓનો ત્રાસ: બસસ્ટેન્ડની બહાર દર્શનાર્થી મહિલાઓની બેગની ઉઠાંતરી કરી ગઠિયા છૂમંતર......

નડિયાદ: બસસ્ટેન્ડમાં છેલ્લાં ઘણાં સમયથી ખિસ્સા કાતરૂઓનો ત્રાસ વધ્યો છે. અમદાવાદનો એક પરિવાર આજે વહેલી સવારે નડિયાદ સંતરામ મંદિરે દર્શન કરવા આવ્યો હતો. બસમાંથી ઉતરી બસસ્ટેન્ડની બહાર રીક્ષા માટે ઊભો હતો. તે વખતે કોઈ ગઠિયો નજર ચુકવીને તેની બેગ તફડાવી ગયો હોવાની અરજી નડિયાદ ટાઉન પોલીસમાં આપી છે. પોલીસે આ અરજીના આધારે સીસીટીવી ફુટેજ ચેક કરવા કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી માહિતી મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતાં કલ્પનાબેન એન રાઠોડ તેમના પરિવાર સાથે અમદાવાદથી નડિયાદ સંતરામ મંદિરે દર્શન કરવા આજે વહેલી સવારે આવ્યાં હતાં. નડિયાદ બસસ્ટેન્ડમાં ઉતર્યાં બાદ તે બસસ્ટેન્ડની બહાર પોતાનો સામાન લઈ આવ્યાં હતાં. ત્યારે એક દુકાન નજીક સામાન મૂકી ત્યાં ઊભા હતાં. તે વખતે અજાણ્યો ઈસમ નજર ચૂકવીને સામાન લઈ ભાગી ગયો હતો. આ સામાનની બેગમાં ફોન, આધારકાર્ડ, ચશ્મા, પૈસા, સાડી, વગેરે હતું. સામાન લઈ ભાગી જનાર અજાણ્યા ઈસમ સામે નડિયાદ ટાઉન પોલીસમાં કલ્પનાબેને અરજી આપી છે. આ અરજીના આધારે પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:30 pm IST)