Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સુરતમાં રેલવે ટ્રેક નજીક બે મકાનમાંથી પોલીસે બાતમીના આધારે 171 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો

 સુરત:રેલ્વે ટ્રેકને અડીને આવેલા વરાછા અને કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા ગત સાંજે સુરત શહેર પોલીસ અને રેલ્વે પોલીસે સંયુકત કોમ્બીગ ઓપરેશન હાથ ધરી અશ્વનિકુમાર ગરનાળા પાસે શૌચાલયની પાછળની ગલીમાં બે મકાનમાંથી રૂ.૧૦.૨૫ લાખની કિંમતનો ૧૭૧ કિલો ગાંજો બિનવારસી કબ્જે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રેલ્વે ટ્રેકને અડીને આવેલા વરાછા અને કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સુરત શહેર પોલીસ અને રેલ્વે પોલીસે ગત સાંજે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે માલીયાવાડ, ઉત્કલનગર, અશોકનગર, પટેલનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. 

(5:28 pm IST)