Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ગાંધીનગર સે-6માં કોમ્પ્લેક્ષોની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકોને હાલાકી

ગાંધીનગર: શહેરના સેક્ટર-૬ના અપનાબજાર પાસે થયેલા ઉભા થયેલાં કોમ્પ્લેક્ષોની આસપાસ વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેના પગલે આ વિસ્તારમાં અવર જવર કરતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે તો પાણી ભરાવવાના કારણે ગંદકીમાં વધારો થતાં રોગચાળાના ભય હેઠળ સ્પર્ધાત્મકની પરીક્ષાની તૈયારી કરવા લોકો આવી રહ્યાં છે.

પાટનગરના સેક્ટર-૬માં આવેલાં કોમ્પ્લેક્ષોની આગળ વાહન પાર્ક કરવા માટે પાર્કિંગ  તો ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે કોમ્પ્લેક્ષ આગળનો ભાગ નીચો હોવાથી તાજેતરમાં થયેલા વરસાદના પગલે પાણી ભરાઇ જવા પામ્યાં છે. વરસાદ તો બંધ થઇ ગયો છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી પાણી ભરાઇ જવાના કારણે લોકોને અવર જવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. તો બીજી તરફ આ કોમ્પ્લેક્ષોમાં મોટી સંખ્યામાં કલાસીસ આવેલા છે. જેમાં અસંખ્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવી રહ્યાં છે. 

(5:27 pm IST)