Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

કપડવંજ તાલુકાના પંચાયત વિસ્તારમાં 40થી વધુ આંગણવાડીના મકાનો જર્જરિત હાલતમાં: બાળકોના ભવિષ્યને જોખમ

નડિયાદ:કપડવંજ તાલુકા પંચાયતના વિસ્તારમાં આવેલી ૪૦થી  વધુ આંગણવાડીઓના મકાનો જર્જરીત બન્યા છે. જેનું રીપેરીંગ અને રીનોવેશન કરવા માટે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.ઉપરાંત આ આંગણવાડીઓને એટીવીટીમાં સમાવવા માટેની માંગ કરાઇ છે.

કપડવંજ તાલુકાના સાલોડ, સોરણા, ભાદરવાના મુવાડા, ધોળાકુવા વગેરે ગામોની આંગણવાડીઓના મકાનો ખુબ જ જર્જરીત  હાલતમાં છે. ઉપરાંત આ આંગણવાડીના મકાનોના બારી-બારણા, ભોંયતળીયું, ધાબાઓ ઠેકઠેકાણેથી તિરાડો પડેલી અને સ્લેબ ઉખડી ગયેલી હાલતમાં હોવાથી બાળકો અને કર્મચારીઓ માટે જોખમકારક બન્યા છે.

(5:26 pm IST)